- દિલ્હી હાઇકોર્ટે ભાજપના ધારાસભ્યોને આપી રાહત
- કોર્ટે સસ્પેન્શન કર્યુ રદ
- બજેટ સત્રમાં વિક્ષેપ બદલ કરાયા હતા સસ્પેન્ડ
દિલ્હી હાઈકોર્ટે દિલ્હી વિધાનસભામાંથી ભાજપના સાત ધારાસભ્યોનું સસ્પેન્શન રદ કર્યું છે. ધારાસભ્યોએ પોતાના સસ્પેન્શનને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આ ધારાસભ્યોને 15 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભાના બજેટ સત્રમાં લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાના સંબોધન દરમિયાન થયેલા હોબાળાને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હાઈકોર્ટે ધારાસભ્યોની અરજી પર 27 ફેબ્રુઆરીએ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
આ ધારાસભ્યોને મળી રાહત
ભાજપના સાત ધારાસભ્યો – મોહન સિંહ બિષ્ટ, અજય મહાવર, ઓ.પી. શર્મા, અભય વર્મા, અનિલ વાજપેયી, જિતેન્દ્ર મહાજન અને વિજેન્દર ગુપ્તાએ વિધાનસભાના બાકીના બજેટ સત્ર માટે તેમના સસ્પેન્શનને પડકારતી હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે વિપક્ષી સભ્યોને ચર્ચામાં ભાગ લેવા માટે સક્ષમ ન રહીએ તે માટે દુર્ભાવનાપૂર્ણ રીતે યોજના બનાવવામાં આવી હતી.
કેમ કર્યા હતા સસ્પેન્ડ ?
બજેટ સત્રની શરૂઆતમાં 15 ફેબ્રુઆરીએ AAP સરકારની સિદ્ધિઓને પ્રકાશિત કરતા લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાના સંબોધનમાં વિક્ષેપ પાડવા બદલ વિધાનસભામાંથી ભાજપના સાત ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા હતા. હાઈકોર્ટે આ આદેશ પર વચગાળાનો સ્ટે મુક્યો છે. ભાજપના ધારાસભ્યો મોહન સિંહ બિષ્ટ, અજય મહાવર, ઓપી શર્મા, અભય વર્મા, અનિલ બાજપેયી, જિતેન્દ્ર મહાજન અને વિજેન્દ્ર ગુપ્તાને ગયા મહિને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ગૃહની વિશેષાધિકાર સમિતિમાં મામલો પડતર રહે ત્યાં સુધી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેને ધારાસભ્યોએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો.19 ફેબ્રુઆરીના રોજ, ધારાસભ્યોના વરિષ્ઠ વકીલ જયંત મહેતાએ દલીલ કરી હતી કે સસ્પેન્શન ગેરબંધારણીય અને નિયમોની વિરુદ્ધ છે, જે કાર્યવાહીમાં ભાગ લેવાના તેમના અધિકારને અસર કરે છે.


