- દિલ્હીના LG અરવિંદ કેજરીવાલ પર ભડક્યા
- પાણી યોજનાને લઇને લગાવેલા આક્ષેપો સફેદ જૂઠ ગણાવ્યા
- 4 પેજનો લેટર લખીને આક્ષેપો નકાર્યા
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે અરવિંદ કેજરીવાલ સરકારની સોલર પોલિસી પર પ્રતિબંધ મૂકીને ઝટકો આપ્યો છે. ત્યારે વધુ એકવાર એલ.જીએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આક્ષેપોને ખોટા ઠેરવતો 4 પાનાનો લેટર લખ્યો છે. જે તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં તેમણે દિલ્હીમાં પાણીના ખોટા બિલોની સેટલમેન્ટ યોજનાને રોકવાના આરોપોને એલજીએ સફેદ જુઠ ગણાવ્યું છે.
એલ.જીએ આરોપોને ગણાવ્યા જુઠ્ઠાણા
કેજરીવાલના આરોપો પર વળતો પ્રહાર કરતા એલજીએ લખ્યું કે મેં જોયું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં તમે અને તમારા મંત્રીઓ મારા પર ‘પાની યોજના’ બંધ કરવાનો આરોપ લગાવી રહ્યા છો, જે કાગળ પર અસ્તિત્વમાં નથી. તમારા આરોપો એક સફેદ જુઠ્ઠાણુ છે. દોષારોપણ અને ભાગી જવાનું આ બીજું ઉદાહરણ છે, જેમાં તમે નિપુણતા મેળવી છે અને તેમાંથી કારકિર્દી બનાવી છે. તમે અને તમારી સરકારે દિલ્હીના વિકાસ માટે કંઈ નક્કર કર્યું નથી અને 2013 થી તમે કેન્દ્ર સરકાર, એલજી, કોંગ્રેસ પાર્ટી, ભાજપ અને અમલદારોને પણ દોષ આપો છો.
તમારા અને મંત્રીઓના નિયંત્રણ હેઠળ છે કથિત યોજના- એલ.જી
એલજીએ કહ્યું કે આ બાબતે સ્પષ્ટતા કરવા માટે હું તેને રેકોર્ડ પર મૂકવા માંગુ છું. કે દિલ્હી જળ બોર્ડ, શહેરી વિકાસ વિભાગ અને નાણા વિભાગ સાથે સંબંધિત કથિત યોજના સંપૂર્ણપણે તમારા અને સંબંધિત મંત્રીઓના નિયંત્રણ હેઠળ છે. કથિત યોજના કે જેને મેં કથિત રીતે બંધ કરી છે તે ક્યારેય મારી સામે લાવવામાં આવી નથી, એક કાગળ પણ નહીં.


