દિલ્હીના સુભાષ નગર વિસ્તારમાં પાર્કિગને લઈ શરૂ થયેલો વિવાદ અચાનક હિંસામાં બદલાઈ ગયો છે. બંને પક્ષોની વચ્ચે સામાન્ય બાબતથી શરૂ થયેલી વાત એટલી વધી ગઈ કે તે પછી મારપીટ સુધી પહોંચી. આ ઝઘડામાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આરોપીના પુત્રએ ફરિયાદીને અપશબ્દો કહ્યા
પોલીસે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે. સીસીટીવી કેમેરાની ફૂટેજ ચકાસવામાં આવી રહી છે. જેથી સત્ય સામે લાવી શકાય. એક પોલીસ અધિકારી મુજબ 20 ઓગસ્ટની રાત્રે લગભગ 9.30 વાગ્યે આ ઘટના બની હતી. ફરિયાદી એક પ્રાઈવેટ બેન્કમાં મેનેજર છે. તે પોતાની પત્નીની સાથે આ વિસ્તારમાં રહે છે. તેમને પાડોશી વજીરસિંહને તેમને કાર હટાવવા કહ્યું, કારણ કે તે ખોટી જગ્યા પર પાર્ક કરવામાં આવી હતી. શરૂઆતમાં બંનેની વચ્ચે ચર્ચા થઈ પણ થોડીવાર બાદ વજીરસિંહે પોતાની ગાડી હટાવી લીધી અને મામલો ત્યાં શાંત થયો. જો કે આ વિવાદ અહીં પૂરો ના થયો પણ આરોપી વજીરસિંહનો પુત્ર જે નોઈડાની એક રિયલ એસ્ટેટ કંપનીમાં કામ કરે છે, જ્યારે તે કામ પરથી પરત આવ્યો તો તેને આ ઝઘડા વિશે જાણકારી મળી.
આ ઘટનામાં બે લોકો થયા ઘાયલ
ત્યારબાદ તેને ફરિયાદીને અપશબ્દ કહેવાના શરૂ કર્યા. વાત આગળ વધ્યા બાદ સહજ સિંહે પોતાના 3 મિત્રને સ્થળ પર બોલાવી લીધા અને ચારેયે મળીને રમિત મલ્હોત્રા અને બચાવ કરી રહેલા પાડોશી સંદીપ પર હુમલો કરી દીધો. મારપીટ દરમિયાન બંને લોકો ઘાયલ થઈ ગયા, જેમને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને ઘાયલોને પ્રાથમિક સારવાર કરવામાં આવી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ ઘટનામાં સહજ સિંહ સિવાય 3 લોકો સામેલ હતા. જેમાં એક આરોપી હાલમાં પણ પોલીસ પકડથી દૂર છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.


