- સ્ટેજની પાછળ એક રહસ્યમય પ્રાણી દેખાતા લોકોમાં ચર્ચાનો વિષય
- રહસ્યમય પ્રાણી મામલે દિલ્હી પોલીસે ખોલ્યો ભેદ
- “રાષ્ટ્રપતિ ભવનમાં સ્ટેજ પાછળ પાલતુ બિલાડી દેખાઇ હતી”
નરેન્દ્ર મોદીએ 9 જૂને વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. આ દરમિયાન મોદી સહિત કુલ 72 સાંસદોએ પણ શપથ લીધા હતા. દરમિયાન, સ્ટેજની પાછળ એક રહસ્યમય પ્રાણી દેખાયું. હવે દિલ્હી પોલીસે આ પ્રાણીને લઈને ભેદ આખરે ઉકેલાયો છે.
નરેન્દ્ર મોદીએ 9 જૂને વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. આ દરમિયાન 10 જૂને કેબિનેટનું પણ વિભાજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન એક સમાચારે સૌનું ધ્યાન ખેંચ્યું. હકીકતમાં 9 જૂને મોદી સરકારના તમામ મંત્રીઓ શપથ લઈ રહ્યા હતા. આ દરમિયાન શપથ લેવાના સ્ટેજની પાછળ એક પ્રાણી ચાલતું જોવા મળ્યું. આ રહસ્યમય પ્રાણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. દેશભરની મીડિયા સંસ્થાઓએ આ અંગે તમામ પ્રકારના સમાચાર આપ્યા હતા. એવો દાવો કરવામાં આવ્યો હતો કે શપથ ગ્રહણ સમારોહ દરમિયાન સ્ટેજની પાછળ એક રહસ્યમય પ્રાણી જોવા મળ્યું હતું. જો કે, હવે દિલ્હી પોલીસે આ અંગે સત્તાવાર નિવેદન આપ્યું છે અને આવા સમાચારોનું ખંડન કર્યું છે.
દિલ્હી પોલીસે આ સમાચારને અફવા ગણાવી હતી
આવા અહેવાલોને નકારી કાઢતાં દિલ્હી પોલીસે સોશિયલ મીડિયા સાઇટ પર લખ્યું છે. દિલ્હી પોલીસે તેની બીજી પોસ્ટમાં લખ્યું છે કે, “કેટલીક મીડિયા ચેનલો અને સોશિયલ મીડિયા હેન્ડલ ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહના લાઈવ ટેલિકાસ્ટ દરમિયાન લેવામાં આવેલ એક પ્રાણીની તસવીર બતાવી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે તે જંગલી પ્રાણી છે. આ બિલકુલ ખોટું છે.”
પ્રાણીની ઘટના ક્યારે બની?
વાસ્તવમાં જ્યારે દુર્ગાદાસ મંત્રી તરીકે શપથ લઈ રહ્યા હતા. આ દરમિયાન કેમેરામાં જોવા મળ્યું હતું કે રાષ્ટ્રપતિ ભવનની પાછળ કોઈ પ્રાણી ચાલતું હતું. વીડિયોમાં દેખાતા આ જીવને કોઈએ ચિત્તો તો કોઈએ તેને બિલાડી કહ્યો. લોકો જાણવા ઉત્સુક હતા કે આ કયું પ્રાણી છે અને આટલી સુરક્ષા વચ્ચે દીપડો રાષ્ટ્રપતિ ભવન સુધી કેવી રીતે પહોંચી શકે? સમગ્ર દેશમાં મીડિયા ચેનલો અને સોશિયલ મીડિયા પર આ અંગે વિવિધ પ્રકારના સમાચારો પ્રસારિત થયા હતા. જો કે, હવે દિલ્હી પોલીસે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે આ પ્રાણી કોઈ રહસ્યમય પ્રાણી ન હતું પરંતુ રાષ્ટ્રપતિ ભવનની પાલતુ બિલાડી હતી.


