દિલ્હીમાં પ્રદૂષણનો પ્રશ્ન સોલ્વ થવાનું નામ જ લઈ રહ્યો નથી. દિલ્હીમાં વધતા પ્રદૂષણ અને ટ્રાફિકને લઈને હવે મુખ્યપ્રધાન રેખા ગુપ્તાએ સોમવારે દિલ્હી સચિવાલયમાં એક મહત્વની હાઈ લેવલ બેઠક બોલાવી છે. જેમાં દિલ્હી સરકારના વરિષ્ઠ અધિકારીઓની સાથે દિલ્હી પોલીસ અને ટ્રાફિક વિભાગના ટોચના અધિકારી પણ હાજર છે.
પ્રદૂષણના સ્તરને નિયંત્રિત કરવા પર ભાર
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ બેઠકમાં રાજધાનીના રસ્તા પર વધતા ટ્રાફિક અને તેનાથી થતાં પ્રદૂષણને ઓછું કરવા માટે ઘણા કડક અને નવા વિકલ્પો પર ગંભીરતાથી વિચાર કરવામાં આવ્યો છે. બેઠકમાં સ્પેશિયલ સીપી દેવેશ શ્રીવાસ્તવ અને એડિશનલ સીપી ટ્રાફિક ડીકે ગુપ્તા સહિત અન્ય અધિકારી સામેલ થયા છે. ચર્ચાનો મુખ્ય વિષય દિલ્હીના મુખ્ય ટ્રાફિક હોટસ્પોટ શોધીને ટ્રાફિક ઓછો કરવા, ઓફિસ ટાઈમમાં ખાનગી ગાડીઓની ભીડને ઓછી કરવા અને પ્રદૂષણના સ્તરને નિયંત્રિત કરવા પર રહ્યું.
બેઠકમાં શું થઈ ચર્ચા?
સુત્રો મુજબ મુખ્યપ્રધાન રેખા ગુપ્તાએ આ બેઠકમાં ઓલા અને ઉબર જેવી કેબ કંપનીઓને દિલ્હી એનસીઆરમાં તેમની ખાનગી બસ ચલાવવાની સંભાવના પર પણ વિચાર કરવામાં આવ્યો. તેનો ઉદ્દેશ્ય એ છે કે મોટી સંખ્યામાં લોકો પોતાની ખાનગી કાર કે ટેક્સીની જગ્યા પર આ બસ સેવાઓનો લાભ લે. જેનાથી રસ્તા પર વાહનોની સંખ્યા ઘટે અને ટ્રાફિક જામ ઓછો થવાની સાથે સાથે પ્રદૂષણ પણ ઓછું થાય. ઉલ્લેખનીય છે કે દિલ્હી એનસીઆરમાં દરરોજ લાખો લોકો ખાનગી કાર અને ટેક્સથી ઓફિસ આવે છે, જેનાથી પીક અવર્સમાં રસ્તા પર ભારે ટ્રાફિક જામ થાય છે. સરકારનું માનવું છે કે જો ખાનગી કંપનીઓની સંગઠિત બસ સેવાઓ શરૂ થાય છે તો આ સાર્વજનિક પરિવહનનો એક પ્રભાવી વિકલ્પ બની શકે છે.
PUCને લઈ કડકાઈ
બેઠકમાં પ્રદૂષણ નિયંત્રણને લઈ વધુ એક મહત્વનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે, જે PUCનો છે. સરકારે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે PUC વગર વાહન ચલાવનારા લોકોને હવે 10,000નો દંડ ફટકારવામાં આવશે. જેમાં કોઈની પણ ભલામણ ચાલશે નહીં. ઉલ્લેખનીય છે કે શિયાળાની સાથે જ દિલ્હીમાં પ્રદૂષણ ખતરનાક સ્તર પર પહોંચી જાય છે. જેની અસર લોકોના સ્વાસ્થ્ય પર પણ પડે છે.


