- અંડરબ્રિજ સાંકળી શેરી જેવો બની રહ્યો હોઈ ગ્રામ્ય પ્રજામાં રોષ
- કટોસણ રોડ વેપારી મંડળ અને ભોયણી ગ્રામજનોનું મામલતદારને આવેદન
- અંતર્ગત દેત્રોજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું
દેત્રોજ તાલુકાના કટોસણ રોડ તરફ જવા માટેની રેલવે ફાટક એલસી નંબર 32 પર અંડરબ્રિજનું કામ પ્રગતિમાં છે. જે અંડરબ્રિજને પહોળો બનાવવા કટોસણ રોડ વેપારી મંડળ અને ભોયણી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે. જે અંતર્ગત દેત્રોજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
ભોયણી કટોસણ રોડ રેલવે લાઇન પર ગેજ રૂપાંતરનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આ રેલવે લાઈન પર આવેલી ફાટક એલસી નંબર 32 પર વાહનોની અવરજવર માટે અંડરબ્રિજનું કામ પ્રગતિમાં છે. અંડરબ્રિજનું કામ વાહનવ્યવહારને જવા આવવા માટે સાંકડું બનાવવામાં આવી રહ્યું છે. અંડરબ્રિજમાંથી એક વાહન પસાર થઈ શકે તેમ છે. જેને કારણે અકસ્માત થવાનો ભય પણ રહ્યો છે. ડબલ વાહન આવવા જવા માટે વ્યવહાર થઈ શકે તેવું અંડર બ્રિજ નું કામ કરવા કરવા માંગ કરી રહ્યા છે. કટોસણ રોડ વેપારી મંડળ અને ભોયણી સરપંચ સહિત ગ્રામજનો દ્વારા લેખિતમાં દેત્રોજ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેની એક એક નકલ રેલવે ડિવિઝન ઓફિસ અમદાવાદ, કલેકટર અમદાવાદ અને હાર્દિક પટેલ ધારાસભ્ય વિરમગામને આપવામાં આવી છે. કટોસણ રોડ વેપારી મંડળ અને ભોયણી પંચાયતના સરપંચ સહિત દેત્રોજ તાલુકા ભાજપ સંષઠનના પ્રમુખ મહામંત્રી અને જિલ્લા ભાજપ અગ્રણીઓ હાજર રહ્યા હતા.


