- મોડી રાત્રે હાથ ધરાયું ઓપરેશન ડીમોલેશન
- પોલીસ બંદોબસ્ત ગોઠવી કરાઇ કામગારી
- તળાવ દરવાજા પાસે આવેલ જલારામ મંદિર પણ તોડી પડાયું
જુનાગઢમાં મજેવડી દરવાજા પાસે આવેલ દરગાહ તોડી પડાઇ છે. જેમાં મોડી રાત્રે ઓપરેશન ડીમોલેશન હાથ ધરાયું હતુ. પોલીસ બંદોબસ્ત ગોઠવી ડીમોલેશન કરાયું છે. ગત તારીખ 16 જૂનના રોજ પોલીસ સાથે ધર્ષણ થયું હતુ. મહાનગર પાલિકા દ્વારા રાતોરાત દરગાહને તોડી પાડી છે.
ઓપરેશન ડિમોલેશન હાથ ધરાતા વિસ્તારમાં ચર્ચા
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર કામગીરી કરવામાં આવી છે. મનપાના ઓપરેશન ડિમોલેશનમાં તળાવ દરવાજા પાસે આવેલ જલારામ મંદિર પણ તોડી પડાયું છે. તેમજ રેલવે સ્ટેશન રોડ પર આવેલ રામદેવપીરનું મંદિર પણ દૂર કરાયું છે. રાતોરાત ઓપરેશન ડિમોલેશન હાથ ધરાતા વિસ્તારમાં ચર્ચા શરૂ થઇ છે. બીજી તરફ આ અગાઉ જામનગરમાં ભૂમાફિયાના ગેરકાયદે બાંધકામ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું. સયચા બંધુઓએ કરેલા દબાણો પર દબાણ હટાવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ સરકારી જમીન પર તાણી બંધાયેલા બંગલાઓને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા.

જાણો કોણે બનાવ્યો હતો ગેટ
મજેવડી ગેટ બનાવવાનો શ્રેય સુબેદાર ઈશરત ખાનને જાય છે. તેમણે આ દરવાજો 1663માં બનાવ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના કાર્યકાળ દરમિયાન પણ આ દરવાજાનું નવીનીકરણ કર્યું હતું અને તેને 2017માં ભવ્ય દેખાવ આપ્યો હતો. ગુજરાત ટુરીઝમની વેબસાઈટ પર તે ઐતિહાસિક સ્થળ તરીકે સૂચિબદ્ધ છે. ઈતિહાસ મુજબ આ દરવાજાનું નામ મજેવડી ગામ પડ્યું હતું. તે જુનાગઢની ઉત્તરે આવેલું છે અને તે જુનાગઢને રાજકોટ સાથે જેતપુર, ધોરાજી સાથે જોડે છે. અગાઉ જુનાગઢની રહેણાંક મર્યાદા આ ગામ સુધી હતી. તેથી જ સુબેદાર ઈશરત ખાને આ દરવાજો બંધાવ્યો હતો.


