- વરસાદના કારણે ડેન્ગ્યૂ ફેલાવવાની શક્તાઓ
- મચ્છરોને અટકાવવાના ખાસ પ્રયાસોની શરૂઆત
- જાણો કેટલા સમયમાં ક્યોર થઈ શકે છે આ બિમારી
ઓલિમ્પિક ગેમ દુનિયાને માટે મોટી ઈવેન્ટ છે. આ સમયે અહીં ડેન્ગ્યૂની બિમારી ચિંતા વધારી રહી છે. વરસાદી સીઝનના કારણે આ ઈવેન્ટમાં ડેન્ગ્યૂ એક સુપર સ્પ્રેડર ઈવેન્ટ બની શકે છે. આ ગેમના સમયે ખાસ સાવધાની રાખવાની જરૂર રહે છે. પેરિસને ડેન્ગ્યૂ મુક્ત કરવા માટે ખાસ પ્રકારના મચ્છરોને અટકાવવાના પ્રયાસો પણ શરૂ કરાયા છે. આ બિમારી પેરિસ જ નહીં દુનિયા માટે પણ મુસીબત બની છે. તો જાણો શું છે તેના લક્ષણો.
ડેન્ગ્યૂનો તાવ શું છે
WHOના અનુસાર આ તાવ એક વાયરલ ઈન્ફેક્શન છે જે સંક્રમિત મચ્છરના કરડવાથી વ્યક્તિમાં ફેલાઈ શકે છે. તેને બ્રેક બોન તાવના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. અનેક કિસ્સામાં તે ઘાતક પણ સાબિત થઈ શકે છે.
શું છે ડેન્ગ્યૂના લક્ષણો
આ બિમારીમાં દર્દીમાં સામાન્ય લક્ષણો જોવા મળે છે અને તે લગભગ અઠવાડિયામાં ઠીક થઈ જાય છે. જેમનામાં લક્ષણો દેખાય છે તેમને ઠીક થવામાં 10 દિવસનો સમય લાગે છે. ઉલ્લેખનીય છે કે આ તાવના લક્ષણો લગભગ 7 દિવસ સુધી જોવા મળે છે.
આ ફેરફાર દેખાતા થઈ જાઓ સાવધાન
- વધારે તાવ આવવો
- વધારે પડતું માથું દુઃખવું
- આંખની પાછળ દર્દ થવું
- સાંધામાં દુઃખાવો થવો
- જીવ ગભરાવવો
- ઉલ્ટીઓ થવી
- ગળામાં સોજો આવવો
- શરીરમાં ચકામા થવા
જો કોઈ વ્યક્તિ બીજી વાર સંક્રમિત થાય છે તો ખતરો વધારે રહે છે.આ પ્રકારના કિસ્સામાં કેટલાક લક્ષણો અલગ હોય છે.
બીજીવાર ડેન્ગ્યૂથી સંક્રમિત થતા આ લક્ષણો મળશે જોવા
- પેટમાં દર્દ થવું
- સતત ઉલ્ટી આવવી
- ઝડપથી શ્વાસ લેવાવો
- પેઢા અને નાકમાંથી લોહી આવવું
- થાક લાગવો
- બેચેની અનુભવાય
- ઉલ્ટી થવી કે મળમાં લોહી આવવું
- વધારે પડતી તરસ લાગવી
- સ્કીન પીળી અને ઠંડી થઈ જવી
- નબળાઈ અનુભવાય
(આ પ્રકારના દર્દીઓને સાજા થવામાં અઠવાડિયાઓનો સમય લાગી શકે છે. લાંબા સમય સુધી તેમને ઝડપથી થાક લાગે છે)
Disclaimer: આ લેખ વાચકોની વધારે જાણકારી માટે છે. સંદેશ ન્યૂઝ તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.