- નવી નીતિમાં પોતાને લાભ થાય તેવા ‘સુધારા’ કરાવવા સ્થાપિત હિતો સક્રિય
- આઉટડોર એજન્સીઓની બાકી રકમ માંડવાળ કરવાની તજવીજ
- આ અંગે અગાઉ 40.00 ચો.મી. સુધી બાદ ચાર્જ લેવામાં આવતો હતો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આઉટડોર એજન્સીઓની અંદાજે રૂ. 65 કરોડથી વધુ રકમની લાસયન્સ ફી, ટેક્સ સહિતના બાકી લેણાં વસૂલ કરવા કડક પગલાં લેવામાં આવતા નથી અને બીજી બાજુ નવી આઉટડોર એડવર્ટાઝિંગ નીતિ, 2023 મંજૂર કરીને અમલમાં મૂકવાની હિલચાલ હાથ ધરવામાં આવી રહી છે. AMC દ્વારા એજન્સીઓ પાસેથી કરોડોની રકમ બાકી નીકળે છે તેવા સંજોગોમાં નવી નીતિ શા માટે લાવવામાં રહી છે ? એવો પ્રશ્ન સર્જાયો છે અને નવી નીતિ શંકાસ્પદ હોવાનું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. કેટલાંક હિત ધરાવતા તત્વો દ્વારા અંદાજે રૂ. 65 કરોડથી વધુ રકમ માંડવાળ કરવાની નેમ સાથે નવી નીતિ અમલી બનાવવાની હિલચાલ હાથ ધરાતી હોવાનું માનવામાં આવે છે.
AMCની સૂચિત નવી નીતિમાં કરવામાં આવેલી જોગવાઈઓ પૈકી કેટલીક જોગવાઈઓને પરિણામે AMCને ફાયદો થાય તેમ છે પરંતુ કેટલાક સ્થાપિત હિતો પોતાનો સ્વાર્થ સાધવા સાનુકૂળ બને તે રીતના ‘સુધારા’ કરાવવા માટે સક્રિય બન્યા હોવાનું અને પોતાના ‘ફાયદા’ માટે ‘પોલિટિકલ પ્રેશર’ લાવે તેવી શક્યતા હોવાનું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. નવી પોલિસીમાં ચાર રસ્તાથી 50 મી.ની ત્રિજ્યામાં જાહેરાત કરી શકાશે નહીં. હાલ 500 ચો.મી.ના પ્લોટમાં 1 હોર્ડિંગ લગાવવાને બદલે 1,000 ચો.મી.ના પ્લોટમાં 1 હોર્ડિંગ લગાવવા, AMCની ટેન્ડર સાઈટથી 50 મીટરનાં અંતર સુધીમાં ખાનગી જાહેરાતનાં હોર્ડિંગની પરવાનગી મંજુરી પાત્ર રહેશે નહિ, ચાર રસ્તાથી પ્રથમ ત્રણ લાઈટના થાંભલા ઉપર કિઓસ્ક દ્વારા જાહેરાત કરી શકાશે નહિ, આ પ્રકારે જાહેરાતના બોર્ડની સાઈઝ 20.00ચો.મી. થી વધુ હશે તો નિયમોનુસાર ફી ભરવાની રહેશે. આ અંગે અગાઉ 40.00 ચો.મી. સુધી બાદ ચાર્જ લેવામાં આવતો હતો. AMC દ્વારા નક્કી કરેલ જગ્યા/લોકેશન ઉપર જ જાહેરાત કરી શકાશે. મંજૂરી માટે ખાનગી જગ્યામાં આવેલ બાંધકામની બી.યુ. પરવાનગી રજૂ કરવાની રહેશે. AMC દ્વારા ખાનગી મિલકતો પર લગાવવામાં આવતા હોર્ડિંગ્સ પર અંકુશ મૂકવા મટે નવી નીતિ તૈયાર કરવામાં આવી છે અને આ હેતુસર કેટલીક ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી છે.
AMC દ્વારા શહેરમાં ખાનગી મિલકતો અથવા એપાર્ટમેન્ટ પર હોર્ડિંગ્સ લગાવીને અથવા અન્ય પ્રકારે જાહેરાત પર અંકુશ મૂકવાની નેમ સાથે નવી નીતિ મંજૂર કરવામાં આવી છે.


