- અયોધ્યા રામમંદિર નિર્માણને લઇને તૈયારીઓ તેજ
- ભક્તોમાં જોવા મળી રહ્યો છે અનેરો ઉત્સાહ
- ભક્તે રામમંદિર જેવી જ બનાવી કેક
અયોધ્યામાં રામમંદિરનું નિર્માણકાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. અયોધ્યાની કાયાપલટ થઇ રહી છે. બીજી તરફ રેલવે સ્ટેશન પણ તૈયાર થઇ ગયુ છે. રામમંદિરને લઇને લોકોમાં કેવો ઉત્સાહ છે તેની વાત કરીએ તો, એક શ્રદ્ધાળુએ આબેહૂહ રામમંદિર જેવી જ કેક તૈયાર કરી.
રામમંદિરની કેક
રામમંદિર નિર્માણને લઇને સમગ્ર રાષ્ટ્રમાં ધાર્મિક ઉત્સાહ છવાઈ ગયો છે. ત્યારે અયોધ્યાને શુભ દિવસ માટે શણગારવામાં આવી રહ્યું છે. દેશભરમાંથી ભક્તો તેમની અનોખી રીતે ભક્તિ દર્શાવી રહ્યા છે. ત્યારે વેસ્ટ બંગાળના સિલીગુડીના એક ભક્તે ક્રિસમસ પહેલા ‘રામ મંદિર કેક’ તૈયાર કરી છે. જે જોવામાં તો મંદિર લાગે પરંતુ કેક છે. તેમણે કહ્યું કે 22 જાન્યુઆરીના શુભ દિવસની લોકોને યાદ અપાવવાના હેતુથી આ કેક તૈયાર કરવામાં આવી છે.
ટેન્ટસિટી છે તૈયાર
રાષ્ટ્ર રામ મંદિરમાં ઐતિહાસિક અભિષેક સમારોહની રાહ જોઈ રહ્યું છે જે જાન્યુઆરી 2024 માં થવાનું છે. અયોધ્યાની પવિત્ર શહેર ભવ્ય ઘટના માટે તૈયાર થઈ રહી હોવાથી તૈયારીઓ ચાલી રહી છે. પ્રવાસીઓની સુવિધા માટે રામ મંદિરની નજીક એક ‘આલિશાન’ ટેન્ટ સિટી વિકસાવવામાં આવી છે. ટેન્ટ સિટીમાં 30 ટેન્ટ હાઉસ છે જેમાં વૈભવી સુવિધાઓ છે.
ટેન્ટમાં કેવી છે સુવિધાઓ ?
આ સુવિધાઓ કંઇ ફાઇવ સ્ટાર હોટલથી કમ નથી. ડાઇનિંગ હોલથી લઈને એક્ટિવિટી એરિયા સુધીની તમામ સુવિધાઓ છે. અહીં 10 ફૂટ લાંબી રામ પાદુકા છે. સાંજે કલ્ચર પ્રોગામનું પણ આયોજન કરવામાં આવે છે. કુદરતની સાથે રહીને શાંતિથી તમારો દિવસ રામજીના સાંનિધ્યમાં વિતાવી શકશો.


