અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થયા બાદ દેશની ઉડ્ડયન નિયમનકારી સંસ્થા DGCAએ તરત જ કાર્યવાહી કરતા એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસના CEO સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી. આ બેઠકમાં DGCAએ એર ઈન્ડિયાના CEO સાથે વાત કરી અને કંપનીના મેનેજમેન્ટ સાથે જોડાયેલા કેટલાક મહત્વના મુદ્દાઓ પર ફોક્સ કરવા નિર્દેશ આપ્યા છે.
ફ્લાઈટની ઉડાનના મેનેજમેન્ટને વધારે અનુશાસિત બનાવવાનો નિર્દેશ આપ્યો
DGCAએ એર ઈન્ડિયાને ખાસ રીતે વિમાનની સુરક્ષા અને મેઈન્ટેનન્સ પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે કહ્યું છે. DGCAએ કહ્યું કે કોઈ પણ ટેક્નિકલ ખામીને નજરઅંદાજ કરવામાં ના આવવી જોઈએ અને ઉડાન પહેલા વિમાન કડક સુરક્ષા માપદંડોમાંથી પસાર થવું જોઈએ. ફ્લાઈટની ઉડાનના મેનેજમેન્ટને વધારે અનુશાસિત બનાવવાનો નિર્દેશ આપ્યો છે. DGCAએ કહ્યું કે સમય પર ઉડાનનું મેનેજમેન્ટ એરલાઈન્સની શાખ અને મુસાફરોના વિશ્વાસ માટે જરૂરી છે.
ક્રાઈસિસ કોમ્યુનિકેશન સિસ્ટમને વધારે મજબૂત બનાવવાની વાત કરી
આ સાથે જ મોડી ઉડાન અને કેન્સલેશનની સ્થિતિમાં મુસાફરોને પડતી અસુવિધાઓને ગંભીર રીતે લેવામાં આવે. DGCAએ એર ઈન્ડિયાને કહ્યું કે આવી સ્થિતિમાં મુસાફરોને સ્પષ્ટ જાણકારી અને મદદ જરૂર કરો. આ સાથે જ ક્રાઈસિસ કોમ્યુનિકેશન સિસ્ટમને વધારે મજબૂત બનાવવાની વાત કરી છે. DGCAએ વધુમાં કહ્યું કે ફ્લાઈટ ડિલે અથવા ટેકનિકલ ખામી જેવી સ્થિતિમાં મુસાફરોને એરલાઈન તરફથી મળનારી જાણકારી, સુવિધાઓ અને સેવાના ધોરણોમાં સુધારો થવો જોઈએ.