કોરિયોગ્રાફર ધનશ્રી વર્માએ તાજેતરમાં જ ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલથી છૂટાછેડા લીધા છે. ત્યારથી ધનશ્રી વર્મા સતત ચર્ચામાં છે. હવે એવી ચર્ચાઓ છે કે તે એક રિયાલિટી શોમાં જોવા મળશે.
મીડિયા રિપોર્ટ મુજબ ખતરોં કે ખિલાડી 15 માટે ધનશ્રી વર્માનો સંપર્ક કરવામાં આવ્યો છે અને તેણે પણ આ ઓફરમાં રસ દાખવ્યો છે.
ધનશ્રી વર્મા રોહિત શેટ્ટીના શોમાં જોવા મળશે?
મીડિયા રિપોર્ટ મુજબ, રોહિત શેટ્ટીના સ્ટંટ આધારિત શો માટે ધનશ્રી વર્મા સાથે વાતચીત ચાલી રહી છે અને તે 15મી સીઝન માટે પહેલી કન્ફર્મ્ડ સ્પર્ધક હોઈ શકે છે. પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જો ધનશ્રી ખતરોં કે ખિલાડી 15 કરવા માટે સંમત થશે, તો ઝલક દિખલા જા 11 પછી આ તેનો બીજો રિયાલિટી શો હશે.
ધનશ્રીએ શેર કર્યા ફોટા
શુક્રવારે, ધનશ્રીએ ઈન્સ્ટાગ્રામ પર સેલ્ફ લવને પ્રોત્સાહન આપતા પોતાના અદભુત ફોટા શેર કર્યા. પોતાની ગ્લોઈંગ સ્કિન ફ્લોન્ટ કરતાં ધનશ્રીએ લખ્યું છે કે “રોકાઈને જોવું ઠીક છે,” ધનશ્રીએ સિમ્પલ વ્હાઈટ ટેન્ક ટોપ અને મેકઅપ વગરના લુકમાં તસવીર શેર કરી છે.
એલિમની લેવા બદલ ટ્રોલ થઈ ધનશ્રી વર્મા
યુઝવેન્દ્રથી છૂટાછેડા પછી ધનશ્રીને 4.75 કરોડ રૂપિયા એલિમની તરીકે લેવા બદલ ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી. તેમની પોસ્ટ્સ પર ઘણીવાર “શું રકમ જમા થઈ ગઈ?”, અથવા “મેં તમને બીજાના પૈસાનો ઉપયોગ કરીને વીડિયો શૂટ કરતા જોયા છે” જેવી કોમેન્ટ જોવા મળે છે.
તમને જણાવી દઈએ કે 2020 માં લગ્ન કરનારા યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના 20 માર્ચે છૂટાછેડા થયા. પરંતુ આ કપલ પહેલાથી જ 18 મહિનાથી અલગ રહેતા હતા. છૂટાછેડાના દિવસે, ચહલના વકીલ નીતિન કુમાર ગુપ્તાએ ANI ને પુષ્ટિ આપી હતી કે, “કોર્ટે છૂટાછેડા મંજૂર કરી દીધી છે, અને બંને પક્ષ હવે પતિ-પત્ની નથી.”


