- મોરસિયા ગામ પાસે અકસ્માત સર્જાયો : ટેન્કરચાલકનું મોત, આઈશરચાલક ઈજાગ્રસ્ત
- અકસ્માત થતા જ માર્ગ પરનો વાહન વ્યવહાર થંભી ગયો
- દૂધ ટેન્કર અને આઈશર ધડાકાભેર સામ સામે ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો
ધંધુકા રાણપુર માર્ગ પર ગત મોડી રાત્રે મોરસિયા ગામ નજીક દૂધ ટેન્કર અને આઈશર સામ સામે ટકરાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટના માં એક વ્યક્તિનું મોત થયું હતું.
ધંધુકા રાણપુર ધોરી માર્ગ પર મોરસિયા ગામ નજીક દૂધનું ટેન્કર અને આઈશર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતા જ માર્ગ પરનો વાહન વ્યવહાર થંભી ગયો હતો ત્યારે રાણપુર ખાતે ક્રિકેટ મેચ રમવા જઈ રહેલા કેટલાક યુવાનોએ અકસ્માતની દર્દનાક ઘટના જોતા જ અહીં રોકાઈ અને રાહત કામે લાગ્યા હતા દૂધ ટેન્કરનો ચાલક ટેન્કરના દરવાજામાં લટકતો હતો તેને ભારે જહેમત ઉઠાવી યુવાનો તેમની જ કારમાં સારવાર માટે આરએમએસ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. જો કે, તેને અમદાવાદ વધુ સારવાર માટે લઈ જતા સમયે ટેન્કર ચાલકનું મોત થયું હતું જ્યારે આઈશરના ચાલકને ઇજાઓ થતા તેને પણ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. સમગ્ર મામલે પોલીસ હાલ તપાસ ચલાવી રહી છે. ગત રાત્રીએ દૂધ ટેન્કર અને આઈશર ધડાકાભેર મોરસિયા ગામ નજીક સામ સામે ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને લઈ થોડા સમય માટે ધંધુકા રાણપુર માર્ગનો વાહન વ્યવહાર જામ થયો હતો. અકસ્માતની ઘટનામાં ટેન્કર ચાલકનું મોત થયું હતું તો આઈશર ચાલક ઇજાગ્રસ્ત થયો હતો.


