- બસચાલકની સમયસૂચકતાના કારણે જાનહાનિ ટળતા હાશકારો
- હલકી ગુણવત્તાવાળા માર્ગને કારણે વારંવાર અકસ્માત થતા હોવાની ફરિયાદ
- રોડનું હલકીકક્ષાનું કામકાજ કરવામાં આવ્યું હોવાના ગ્રામજનો આક્ષેપો કરી રહ્યા છે
ધંધૂકાથી પડાણા મુખ્ય રોડનું કામ બે મહિના પહેલા જ પૂરું થયેલ છે. ત્યારે રોડનું હલકીકક્ષાનું કામકાજ કરવામાં આવ્યું હોવાના ગ્રામજનો આક્ષેપો કરી રહ્યા છે અને રોડના ડામરનું કામ, માટી કામ, સાઈડનું કામ સાવ હલકીકક્ષાનું હોવાનું જણાવી તપાસની માંગ કરી રહ્યા છે. ખરાબ રોડને કારણે હાલ વરસાદી માહોલમાં એસટી બસ રોડ સાઈડમાં ઉતરી ગઈ હતી. તો એક કાર પણ ખાળીયામાં ઉતરી ગઈ હતી.
ધંધૂકાથી પડાણા જઈ રહેલી એસટી બસ હલકીકક્ષાનો રોડ બેસી જવાથી અકસ્માત થયો હતો. જેમાં મુસાફરો તેમજ વિદ્યાર્થીઓ હતા. ડ્રાઈવરની સમયસુચકતાના કારણે મોટી જાનહાનિ ટળી હતી. જો તેમાં કોઈની જાનહાનિ થઇ હોત તો જવાબદાર કોણ હોત? નાયબ ઇજનેર ધંધૂકા કે કોન્ટ્રાકટર કોણ જવાબદાર તેવા સવાલો લોકો પૂછી રહ્યા છે. આ મુદ્દે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય સુલેમાન કોઠારીયાએ ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યું કે, શું બીજો રાજકોટ કાંડ કે મોરબીકાંડ કે હરણી બોટ કાંડ થવા દેવાનો હતો. આ હલકી કક્ષાના રોડની NOC કોને આપી? શું તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરાઈ હતી. ધંધૂકાના નાયબ ઇજનેર તપાસ કરવા આવ્યા હતા? કે ટકાવારી લઇ રોડ પાસ કરી દીધો જો ટકાવારી લીધી તો મતલબ કે કોઈ અધિકારીને લોકોની જિંદગીની નથી પડી અને ફ્ક્ત પૈસા આપો અને મનફવે તેવું કામ કરો અને લોકોના ટેક્સ ના પૈસા ખીચામાં નાખો તેવું થયું. આ રોડમાં નથી કેશ બેરીયર, નથી બોર્ડ લગાવેલા, નથી તેમજ સાઈડો તો સાવ હલકીકક્ષાની બનાવેલ છે અને રોડમાં ડામર કે નીચે મેટલ પણ નહીવત નાખેલ છે. આ મુદ્દે મુખ્યમંત્રી તેમજ કલેકટરને રજૂઆત કરી કે આવા લોકો સામે કડક કાર્યવાહી કરી યોગ્ય સજા કરવા કરવી અને રોડની ફ્રીથી તપાસ કરવામાં આવે અને તમામ કસુરવાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવે અને રોડમાં જે કોઈપણ મટીરિયલ દર્શાવવામાં આવ્યું હતું તે પૂરતા પ્રમાણમાં છે કે નહીં. તેની પણ તપાસ કરવામાં આવે જો આગામી દિવસોમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.


