અમદાવાદ જિલ્લાના ધંધૂકા ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું APMC ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા અધ્યક્ષ શૈલેષ દાવડા, બોટાદ જિલ્લા પ્રમુખ મયૂર પટેલ,ધારાસભ્ય કાળુભાઈ ડાભી, શંભુનાથજી ટુંડીયા, APMC ચેરમેન ચેતનસિંહ ચાવડા સહિત ધંધુકા-ધોલેરા, બરવાળા અને રાણપુર વિસ્તારના ભાજપના અનેક પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ SIR વિસ્તારમાં ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંગે ખાસ સંવાદ કર્યો હતો. તેમણે કાર્યકર્તાઓને મતદાર યાદી સુધારણા પ્રક્રિયા, નવી એન્ટ્રીઓ, સુધારો તથા વેરીફ્કિેશન અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરુ પાડયું હતું અને ચૂંટણી પ્રક્રિયામાં ચોકસાઈ તથા જવાબદારીના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને માર્ગદર્શનને આગળના સંગઠનાત્મક કાર્યમાં ઉપયોગી બનશે તેવી અભિવ્યક્તિ નોંધાઈ હતી.


