- ફૂલ બજારમાં પરોઢે નાના વેપારીઓનો સરદાર બ્રિજ પર જમાવડો
- ગલગોટા રૂ.40 કિલો મળતા હતા તે આજે રૂ.80 મળી રહ્યા છે
- સુશોભનના આસોપાલવના તોરણ પણ મોંઘા થયા
દિવાળીના પાંચ દિવસીય તહેવારમાં ધનતેરસથી ભાઈબીજ સુધી ફૂલોના હાર અને છૂટ્ટા ફૂલોની માગમાં મોટો ઉછાળો આવ્યો છે. ધનતેરસ અને દિવાળીની દિવસે ચોપડા પૂજનમાં ગલગોટા ફૂલની માંગ વધુ રહે છે. જેના લીધે ગલગોટા ફૂલના ભાવો ડબલ થઈ ગયા છે. સામાન્ય દિવસોમાં ગલગોટા રૂ.40 કિલો મળતા હતા તે આજે રૂ.80 મળી રહ્યા છે.આ ઉપરાંત આસોપાલવ 25 ફુટનો તોરણ જે રૂ.50 મળતા હતા તે હાલમાં રૂ.100 મળી રહ્યા છે. આજે ફૂલ બજારમાં ઘરના મંદિરોમાં ભગવાનને ચડાવવા માટે છૂટા ફૂલ અને ફૂલના હારની વધુ માગ રહી હતી.
દિવાળીના તહેવારોમાં ફૂલોના ભાવ સતત વધી રહ્યા છે. જોકે આ વખતે ફૂલોની માંગ સૌથી વધુ હોવાના કારણે તેના ભાવ પર પણ અસર પડી રહી છે. દિળાળીના તહેવારમાં ફૂલોના માંગ વધુ રહેતી હોવાથી બજારમાં ભાવોમાં ભડકો થયો છે. સામાન્ય દિવસોમાં ગલગોટા એક કિલો રૂ.35 થી 40 મળતા હતા જે આજે એક કિલોના રૂ.80 મળી રહ્યા છે. સફેદ સેવંતી ફૂલ 78 કિલો મળતા હતા તે આજે રૂ.120 કિલો મળી રહ્યા છે. ધનતેરસના દિવસે પુજામાં ગલગોટા અને સફેદ સેવંતી ફૂલોનો સૌથી વધુ ઉપયોગ થતો હતો. જો કે, બેંગ્લુરું અને મુંબઈથી આવતા ફૂલોની આવક ઓછી હોવાથી મોંઘા થયા છે. ફુલોના વ્યવસાય સાથે સંકળાયેલ વેપારીએ જણાવ્યું હતું કે,ગલગોટા, સફેટ સેવંતી અને ગુલાબના ફૂલો ધનતેરસના દિવસે ઉપયોગ થતો હોય છે.જેના લીધે ગલગોટા, સફેદ સેંવતી અને હજારી ગલના ફૂલોની માંગ વધુ જોવા મળી હતી.બીજી તરફ આસોપાલવ તોરણના ભાવોમાં પણ ડબલ થઈ ગયા હતા. ઘરની બહાર આસોપાલવ તોરણ ગત વર્ષે રૂ.45 મળતુ હતુ તે આ વર્ષે રૂ.100 મળી રહ્યુ છે. વેપારીના જણાવ્યા મુજબ આસોપાલવના પાદડા ઉતારવાની મંજૂરી વધી ગઈ હોવાથી ભાવો વધી ગયા છે.


