સ્થાનિકોમાં કુતુહલ સાથે ભયનો માહોલ
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલી જિલ્લાના ધારી ગીર પંથકમાં વનરાજાનો વસવાટ હવે ગામડાઓ સુધી પહોંચ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ધારીના ગોપાલગ્રામ ગામે ગત રાત્રિના સમયે એકીસાથે ૯ સિંહોનું ટોળું શિકારની શોધમાં ગામ નજીક આવી ચડ્યું હતું. એકસાથે આટલી મોટી સંખ્યામાં સિંહોને જોઈને સ્થાનિકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ગોપાલગ્રામ ગામની સીમમાં અને વાડી વિસ્તારની નજીક મોડી રાત્રે સિંહ પરિવાર લટાર મારતો જોવા મળ્યો હતો. ગ્રામજનો દ્વારા સિંહ પરિવારની લટારના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ કરવામાં આવ્યા હતાં જેનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે.


