લાગવગથી એકને એક હોમ ગાર્ડ છેલ્લા બે માસથી એક જ કચેરીમાં ડબલ ફરજ બજાવે છે
ધારી શહેરમાં પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે શહેરમાં છેલ્લા કેટલાક સમયથી શહેરની મેઇન બજારમાં ટ્રાફિક સમસ્યાએ માજા મુકી છે તે ટ્રાફિક સમસ્યા ધારી પોલીસને નજરે પડતી નથી ત્યારે ધારી પોલીસ અને હોમ ગાર્ડ દ્વારા સરકારના પૈસાનું જાણે કે પાણી કરી રહ્યા હોય તેમ બીનજરૂરી હોમ ગાર્ડના નવા પોઇન્ટ ઉભા કરીને હોમ ગાર્ડની ફરજ સોંપવામાં આવી છે અનેક સરકારી કચેરીમાં સરકાર દ્વારા રાત્રીના ચોકીદાર મુકવામાં આવ્યા છે તેવી કચેરીમાં પણ લાગવગથી તાજેતરમાં જ પોલીસ દ્વારા એક નવો પોઇન્ટ ઉભો કરવામાં આવ્યો છે અને વળી અહીં છેલ્લા બે માસથી એકજ હોમ ગાર્ડ ફરજ બજાવે છે અને આ હોમ ગાર્ડની દિવસ પણ આજ કચેરીમાં ફરજ બજાવે છે જેના લીધે અમુક જરૂરી અને નાના માણસો નો નાઇટ ડ્યુટીનો વારો આવતો નથી આ અંગે ધારી હોમ ગાર્ડ કમોન્ડો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ધારી શહેરમાં હાલમાં 18, પોઇન્ટ છે અમારે તો ધારી પીઆઇ કહે એટલા હોમ ગાર્ડ જવાનો આપવાના હોય છે અને નોકરી અને પોઇન્ટ ધારી પીઆઇ નક્કી કરે છે ત્યારે અમુક જરૂરીયાત હોમ ગાર્ડની નોકરી કરતા હોય અને આવક માં બીજું કશું જ ના હોય તેવા હોમ ગાર્ડ જવાનોને ડ્યુટી ન મળતાં અને એકને ગોળ અને એક ને ખોળ જેવી નીતિથી ભારે રોષ જોવા મળી રહ્યો છે


