અમરેલી જિલ્લામાં સાવજો રેવન્યુ વિસ્તારમાં પ્રવેશવાની ઘટનાઓ વધી રહી છે. ધારી તાલુકાના માણાવાવ ગામમાં સિંહોનું ટોળું રોડ પર આવી ચડ્યું હતું. અહીં શિકારની શોધમાં સિંહો આંટાફેરા મારતા હોય છે. જ્યારે સિંહનું ટોળું રોડ પરથી પસાર થતા વાહન વ્યવહાર થંભી ગયો હતો. અમરેલી જીલ્લામાં સિંહોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. અવાર-નવાર સિંહો લટાર મારતા જોવા મળી રહ્યા છે. ત્યારે ધારીના માણાવાવ ગામે સાત સિંહોની લટારનો વિડિયો હાલ સોશિયલ મિડિયામા ભારે વાઇરલ થયો છે….


