- જોધપુરમાં CM યોગી આદિત્યનાથનું મહત્વનું નિવેદન
- સનાતન ધર્મને લઇને આપ્યુ મહત્વનું નિવેદન
- કહ્યું ધર્મ તો એક જ છે અને તે છે સનાતન ધર્મ
યુપી સીએમ પોતાના બેબાક નિવેદનો માટે જાણીતા છે. તેમાં પણ સનાતન ધર્મને લઇને તેઓ અવારનવાર નિવેદનો આપતા રહે છે. તેવામાં વધુ એકવાર સીએમ યોગીએ સનાતન ધર્મને લઇને મહત્વનું નિવેદન આપ્યું છે. રાજસ્થાનના જોધપુરમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું.
ધર્મ તો એક જ છે- સીએમ યોગી
સીએમ યોગીએ કહ્યું કે દુનિયામાં ધર્મ તો એક જ છે અને તે છે સનાતન ધર્મ. બાકીના સંપ્રદાયો અને પંથ હોઈ શકે છે. તેમણે કહ્યું કે જે દરેક દેશ, કાળ અને પરિસ્થિતિમાં અટક્યા વિના, ડગમગ્યા વિના અને નમ્યા વિના સ્થિર રહે છે, તે શાશ્વત છે. દુનિયામાં ઘણા લોકો આવ્યા અને ગયા, પરંતુ સનાતધર્મએ ગમે તેવી પરિસ્થિતિમાં પોતાની નિરંતરતા જાળવી રાખી છે.
22 જાન્યુઆરીએ રામરાજ્યની સ્થાપના થશે- સીએમ યોગી
મહત્વનું છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે (3 જાન્યુઆરી) જોધપુરના પલાસાની ગામમાં સ્થિત મારવાડ રાજગુરુ મઠના બે દિવસીય ભંડારા મહોત્સવમાં ભાગ લીધો હતો. અહીં સીએમ યોગીનું સંતો, કેન્દ્રીય મંત્રીઓ અને રાજસ્થાન સરકારના મંત્રીઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ગ્રામજનોની વિશાળ ભીડમાંથી જય શ્રી રામના નારાથી પંડાલ ગુંજી ઉઠ્યો હતો. આ પછી સીએમ યોગી આદિત્યનાથે મંચ પરથી લોકોને સંબોધતા કહ્યું કે 22 જાન્યુઆરીથી રામ રાજ્યની સ્થાપના થશે.
અયોધ્યામાં દિવાળી ઉજવીશ હું- સીએમ યોગી
કાર્યક્રમને સંબોધતા સીએમ યોગીએ કહ્યું કે જ્યારે હું મુખ્યમંત્રી બન્યો ત્યારે મેં પ્રતિજ્ઞા લીધી હતી કે હું અયોધ્યામાં જ દિવાળી ઉજવીશ. ત્યારે ઘણા લોકોએ મને કહ્યું કે હું શું કરી રહ્યો છું, લોકો તમારી વિરુદ્ધ થઈ જશે, પરંતુ અમે ભગવાન રામનું કામ કરીશું. તેમણે કહ્યું કે અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના મંદિરનું કામ પૂર્ણ થઈ ગયું છે અને 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મૂર્તિનું અભિષેક થવા જઈ રહ્યો છે. હું તમને બધાને ભગવાન રામના દર્શન કરવા માટે અયોધ્યામાં આમંત્રિત કરું છું.


