By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    1 day ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ધર્મારણ્યની માતંગી મૈયા મોઢેરાવાળી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ધર્મારણ્યની માતંગી મૈયા મોઢેરાવાળી

agragujaratnews
Last updated: 2024/02/19 at 12:31 PM
2 years ago
Share
ધર્મારણ્યની માતંગી મૈયા મોઢેરાવાળી
SHARE

  • ચંડીપાઠના સાતમા અધ્યાયના મંગલાચરણમાં માતા મોઢેશ્વરીનો ઉલ્લેખ આજે પણ જોવા મળે છે

સમસ્ત મોઢ જ્ઞાતિનાં કુળદેવી માતંગી મૈયાના મંદિર મોઢેરા ખાતે મહા સુદ 13ના રોજ ભારે હર્ષોલ્લાસ અને આનંદપૂર્વક પાટોત્સવ ઊજવાય છે. દેશ-વિદેશમાંથી હજારો જ નહીં, પરંતુ લાખોની સંખ્યામાં માતાજીના ભક્તો દર્શનાર્થે અચૂક પધારે છે અને માનાં દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

ઉત્તર ગુજરાતના મહેસાણાથી 20 કિમી. અને બહુચરાજીથી 15 કિમી.ના અંતરે ચાણસ્મા તાલુકામાં આવેલું મોઢેરા જ પ્રાચીન અને પવિત્ર સ્થાન માનવામાં આવે છે. આજે પણ ત્યાં સૂર્યમંદિર, ધર્મવાવ, મોઢેશ્વરી માતાનાં દર્શન કરતાં આપણા મનમાં પવિત્ર વિચારો અને પ્રાચીનકાળનાં સંસ્મરણો તાજાં થઇ જાય છે. આ પવિત્ર ભૂમિને ધર્મારણ્ય તરીકે પુરાણોમાં વર્ણવેલી છે. આપણા ભારતવર્ષમાં જેટલાં અરણ્યો છે તેમાં મોઢેરાની ભૂમિને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. નૈમિષારણ્યની જેમ જ આ ભૂમિને શ્રેષ્ઠ માનેલી છે. `પૃથિવ્યાં નૈમિષ શ્રેષ્ઠં તત્ શ્રેષ્ઠં ધર્મસંજ્ઞમ્’ આ પૃથ્વી ઉપર નૈમિષારણ્યને ખૂબ પવિત્ર માનવામાં આવે છે, પરંતુ વેદવ્યાસ તેના કરતાં ધર્મારણ્યની ભૂમિને વધારે પવિત્ર માને છે. ધર્મારણ્યની શ્રેષ્ઠતા બતાવતાં વશિષ્ઠજી રામને કહે છે કે :

સર્વતીર્થાધિકં રામ-ધર્મારણ્યં ન સંશયઃ

બ્રહ્મત્યાદિ પાપાનાં-નાશકૃતં પુણ્યવર્ધકમ્

હે રામ! આ પવિત્ર ભૂમિનાં દર્શન કરવાથી, આ ભૂમિ ઉપર બેસીને યજ્ઞ, દાન, તપ કરવાથી બ્રહ્મહત્યા જેવાં પાપ પણ બળીને ભસ્મ થઇ જાય છે. ભગવાન રામને રાવણનો વધ કરવાથી બ્રહ્મહત્યા લાગી હતી. વશિષ્ઠજીએ રામના હાથે આ દોષને દૂર કરવા આ ભૂમિ ઉપર યજ્ઞો કરાવ્યા હતા. આ પવિત્ર ભૂમિ ઉપર ત્રણ દેવોનો અધિકાર માનવામાં આવે છે. પ્રથમ સૂર્યનારાયણ, બીજા ધર્મેશ્વર મહાદેવ અને ત્રીજાં માતા મોઢેશ્વરી. સૂર્યમંદિરમાં સોનાથી બનેલી સૂર્યપ્રતિમા હીરા-પન્ના-મોતીથી સુશોભિત હતી. આ મંદિરની આસપાસ મોટામોટા રાજાઓ, તપસ્વીઓ, ઋષિમુનિ આવીને તપ, યજ્ઞ, અનુષ્ઠાન વગેરે કરતા હતા. પ્રાતઃકાળે સૂર્યનું પ્રથમ કિરણ આ પ્રતિમા ઉપર આવતું હતું. આજે પણ સૂર્યનું પ્રથમ કિરણ મંદિરના ગર્ભગૃહમાં આવે છે.

આ પવિત્ર ભૂમિ ઉપર ધર્મરાજા (યમરાજા)એ તપ કર્યું હતું. આ તપ જોઇને ભગવાન શિવે યમરાજા ઉપર પ્રસન્ન થઈને વરદાન માગવા કહ્યું. યમરાજાએ આ ભૂમિને પોતાના નામ સાથે જોડવાનું વરદાન માગ્યું. આથી ભગવાન શિવે આ ભૂમિને `ધર્મારણ્ય’ નામ આપ્યું. યમરાજાએ આ ભૂમિ ઉપર ધર્મેશ્વર મહાદેવની સ્થાપના કરી. આજે પણ આ મહાદેવજી હયાત છે. આ ભૂમિ ઉપર રામ-સીતાનાં લગ્નની ચોરી પણ જોવા મળે છે. ચાર સ્તંભમાંથી બે સ્તંભ જોવા મળે છે. પુરાણના મત પ્રમાણે આ પવિત્ર ભૂમિ ઉપર સૂર્યપત્ની `સંજ્ઞા’એ પણ તપ કર્યું હતું.

આ પવિત્ર ભૂમિ ઉપર ખૂબ જ બ્રાહ્મણો વસતા હતા. આ બધા બ્રાહ્મણો તપસ્વી અને સૂર્યના ઉપાસકો હતા. આ ભૂમિ ઉપર `કર્ણાટ’ નામના દૈત્યનો ત્રાસ વધવા લાગ્યો. આ દૈત્ય બાળકો અને સ્ત્રીઓને ઉપાડી જતો અને મારી નાખતો. બ્રાહ્મણોએ સાથે મળીને માતાજીનો યજ્ઞ કર્યો અને માને આ દૈત્યના ત્રાસમાંથી છોડાવવા માટે પ્રાર્થના કરી. બ્રાહ્મણોના યજ્ઞથી પ્રસન્ન બનીને એક દેવી પ્રગટ થયાં. આ દેવીનાં નેત્રો લાલઘૂમ હતાં અને અઢાર હાથ હતા. અઢાર હાથમાં રક્તમાળા, ધનુષ્યબાણ, ખેટક, ખડગ, કુહાડી, ગદા, સર્પ, પરિઘ, શંખ, પાશ, કટારી, છરી, ત્રિશૂળ, મધપાત્ર, અક્ષમાળા, શક્તિ, તોમર, કુંભ ધારણ કરેલાં હતાં. તેમના મુખમાંથી અગ્નિ જ્વાળાઓ પ્રગટવા લાગી. ગળામાં લાલ ફૂલોની માળા ધારણ કરી. શરૂમાં દૈત્ય માતાજીનું આ વિકરાળ રૂપ જોઈને સંતાઈ જાય છે. દેવી તેને શોધી કાઢે છે અને બંને વચ્ચે મહાભયંકર યુદ્ધ ખેલાય છે . દૈત્ય મુદગર લઈને દેવીને મારવા દોડે છે તે વખતે દેવી ત્રાડ પાડીને ત્રિશૂળ તેની છાતીમાં ખોસી દે છે, પરંતુ માયાવી દૈત્યના લોહીમાંથી બીજા દૈત્યો પેદા થાય છે. આ જોઈને નગરજનો ગામ છોડીને ભાગી જાય છે. દેવી ફરીથી તેના પર ત્રાટકે છે અને તેની છાતી ઉપર લાત મારીને તેનો વધ કરે છે. દૈત્યના મહાત્રાસથી છુટકારો મળતા મોઢેરાના નગરજનોએ ધામધૂમથી વિજયોત્સવ મનાવ્યો. બ્રાહ્મણોએ આ દેવીને વંદન કર્યાં અને તેમની સ્થાપના કરી. આ દેવી મોઢેરાની ભૂમિ ઉપર પ્રગટ થયાં હોવાથી `મોઢેશ્વરી’ નામ પડયું. મોઢેશ્વરી માતા લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. બ્રાહ્મણોએ આ ભૂમિ પર વિશાળ મંદિર બાંધીને અઢાર હાથવાળી આ દેવીની સ્થાપના કરી, માતંગ નામના ઋષિએ પણ આ દેવીની ઉપાસના કરી, આથી `માતંગી’ નામથી આજે જગપ્રસિદ્ધ બની, મોઢેશ્વરીને માનનારા મોઢ તરીકે ઓળખાવા લાગ્યા. આ ભૂમિ ઉપર બ્રાહ્મણ, વૈશ્ય અને ક્ષત્રિય પણ રહેતા હતા. બ્રહ્માજીએ ગાયની ખરીમાંથી મોઢ વૈશ્યોની ઉત્પત્તિ કરી માટે આજે પણ મોઢેરાની બાજુમાં `ગાંભુ’ નામનું ગામ આવેલું છે. આ વૈશ્યો `ગોભવા’ નામે પ્રચલિત બન્યા. મોઢેશ્વરી માતા દશ મહાવિદ્યાઓમાંની એક વિદ્યા છે. ચંડીપાઠના સાતમા અધ્યાયના મંગલાચરણમાં માતા મોઢેશ્વરીનો ઉલ્લેખ આજે પણ જોવા મળે છે.

ગુજરાતમાં સૌથી પ્રાચીન સ્થળોમાં મોઢેરાનો ઉલ્લેખ જોવા મળે છે. આ સ્થળને સત્યયુગમાં ધર્મારણ્ય, ત્રેતાયુગમાં સત્યમંદિર, દ્વાપર યુગમાં વેદભુવન અને કળિયુગમાં મોહેરકપુર (મોઢેરા)ના નામથી ઓળખવામાં આવે છે. પ્રાચીનકાળમાં તપ કરવા માટે આ પવિત્ર ભૂમિને પસંદ કરવામાં આવતી હતી. આ ભૂમિ ઉપર ત્રણ વેદનો અભ્યાસ કરનાર ત્રિવેદી બ્રાહ્મણો, ચાર વેદનો અભ્યાસ કરનાર ચતુર્વેદી બ્રાહ્મણો રહેતા હતા. આજે પણ ત્રિવેદી મોઢ અને ચતુર્વેદી મોઢ બ્રાહ્મણો આ ભૂમિની આસપાસ વસતા જોવા મળે છે. દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખિલજીના સમયમાં તેણે મોઢેરા ઉપર આક્રમણ કર્યું. બ્રાહ્મણો તથા વૈશ્ય લડવૈયાઓએ મોઢેરાના કિલ્લા બંધ કરીને ખિલજીની સેનાનો સામનો કર્યો છેવટે તેની સાથે સમાધાન થયું, પરંતુ પાછળથી દગો કરીને મોઢેરા નગરને લૂંટી લીધું. સૂર્યમંદિરને ખંડિત કરી તેની અનુપમ કલાકૃતિઓનો નાશ કર્યો. તે સમયે માતંગી માતાજીની મૂર્તિને વિધર્મીઓ ખંડિત ન કરે તે હેતુથી મૂર્તિને વાવમાં સંતાડવામાં આવી. જે વાવ આજે પણ ધર્મવાવ તરીકે ઓળખાય છે. કાળક્રમે વિધર્મીઓની ધર્મભ્રષ્ટ નીતિથી બચવા માટે આ ભૂમિ ઉપર વાસ કરનાર બ્રાહ્મણો, વૈશ્યો અને ક્ષત્રિય ભક્તોએ ગુજરાત, સૌરાષ્ટ્ર, ભોપાલ, ઉજ્જૈન, મહારાષ્ટ્ર જેવા પ્રદેશોમાં વાસ કર્યો. ભલે આજે હજારો વર્ષ થયાં હોય, પરંતુ આ ભક્તો પોતાની કુળદેવીને ભૂલ્યા નથી. વર્ષમાં એક વાર જરૂર માનાં ચરણમાં નતમસ્તક કરવા આવે છે. વિધર્મીઓના રાજ્ય પછી સયાજીરાવ ગાયકવાડે રામરાજ્યની સ્થાપના કરી. મોઢેશ્વરીના ભક્તોએ ગાયકવાડની પરવાનગી મેળવીને ઇ.સ. 1965માં માતાજીના મંદિરનો જિર્ણોદ્ધાર કર્યો, ગાયકવાડ સરકારે પણ આ કાર્યમાં ખૂબ જ મદદ કરી. મંદિરના જિર્ણોદ્ધાર પછી મહા સુદ-13ના પવિત્ર દિવસે શુભ મુહૂર્ત જોઇને વર્તમાન સુંદર પ્રતિમાની સ્થાપના કરવામાં આવી. મંદિરની આસપાસ ધર્મશાળા, કોટ, સિંહદ્વારનું નિર્માણ કરવામાં આવ્યું. આજે તો આ મંદિરમાં ભક્તોને રહેવાની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અનેક ભક્તો આ સ્થળે આવીને જનોઈ, લગ્ન,યજ્ઞ જેવા શુભ પ્રસંગો ધામધૂમથી આજે પણ ઊજવે છે. આજે પણ પરંપરાગત મહા સુદ 13 માતાજીના પ્રાગટ્ય દિવસે વાજતેગાજતે માતંગી મૈયાની કેસર સ્નાનથી પૂજા-અર્ચના થાય છે.

You Might Also Like

 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલમાં નશામાં ધૂત કાર ચાલકનો પાંજરાપોળ પાસે આતંક
ગોંડલ

ગોંડલમાં નશામાં ધૂત કાર ચાલકનો પાંજરાપોળ પાસે આતંક

Editor By Editor 6 days ago
ગુજરાત પર 3.૮૦ લાખ દેવુ, માથાદીઠ આવકમાં ૯.૧૦ ટકાનો વધારો
 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર
વ્યાજખોરોને ડામવા પોલીસ દ્વારા યોજાયેલ જનસંપર્ક સભામાં પીડિતોની ચીસો ગુંજી ઉઠી
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?