- PGVCL કચેરી બહાર વિધુત સહાયકોના ધરણા
- આજથી ગુજરાતભરમાંથી ઉમેદવારો લડતમાં જોડાશે
- ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રખાશે
રાજકોટમાં વિધુત સહાયકોના ધરણાનો 5મો દિવસ છે. જેમાં PGVCL કચેરી બહાર વિધુત સહાયકોના ધરણા છે. આજથી ગુજરાતભરમાંથી ઉમેદવારો લડતમાં જોડાશે. ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રખાશે. ઉમેદવારો 4 દિવસથી ખુલ્લામાં સૂઈ રાતવાસો કરી રહ્યા છે.
PGVCL માં GSO 4 મુજબ ભરતી કરવાની માંગ
PGVCL માં GSO 4 મુજબ ભરતી કરવાની માંગ છે. સંસ્થાઓએ આંદોલનકારીઓને અપાતુ ભોજન બંધ કરી દીધું છે. ખાલી પડેલી જગ્યા ભરવા માટે ઉમેદવારોની માંગ છે. ઈલેક્ટ્રિક આસિસ્ટન્ટની ખાલી જગ્યાઓ ભરવા માટે ધરણા થઇ રહ્યાં છે. 12 દિવસમાં વેઈટિંગ લિસ્ટનો સમય પૂરો થઈ જશે. તેમાં એક વર્ષ પહેલા પરીક્ષા લેવાઈ હતી. મેરિટમાં આવેલા વિદ્યાર્થીઓની પણ ભરતી ન કરતા રોષ ફેલાયો છે. વિદ્યાર્થીઓને પરીક્ષા અને મહેનત એળે જવાનો ભય છે. 46 ડિવિઝનમાંથી માત્ર 8 ડિવિઝનમાં 360થી વધુ જગ્યા ખાલી છે. તે જગ્યાઓ પર મેરિટમાં આવતા વિદ્યાર્થીઓની ભરતી કરવા માંગ કરવામાં આવી છે.
ઉમેદવારોએ જે આરટીઆઈ કરી તે અમારી હેડ ઓફિસની વાત છે: ચીફ એન્જિનિયર
સમગ્ર મામલે રાજકોટ પીજીવીસીએલ ચીફ એન્જિનિયર ડી વી લાખાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ ઉમેદવારોની જે વાત છે તે અંગે એમને એક વખત જણાવ્યું છે કે જે જગ્યાઓ ભરવાની થતી હતી તે અમે ભરી દીધી છે. જ્યારે હવે અમારા મહેકમમાં જે જગ્યાઓ ખાલી પડશે તે લીસ્ટ આધારિત અમે ભરતી કરશું. અત્યાર સુધીમાં મહેકમમાં જે જગ્યાઓ ભરવાની થાય છે તે તમામ જગ્યાઓ અમે ભરી છે અને છેલ્લા ચાર દિવસ પહેલાં પણ છેલ્લો લોડ જે ભરવાનો હતો તે પણ ભરી દીધી છે. જેને લઇને હવે કોઈ ભરતી માટેની પ્રક્રિયા હાલ શરૂ નથી. જ્યારે ઉમેદવારોએ જે આરટીઆઈ કરી તે અમારી હેડ ઓફિસની વાત છે.


