નિખિલ જોષી
અગ્ર ગુજરાત ચાણસ્મા
ગુજરાત રાજ્યમાં મોટા ભાગના લોકો ખેતી પર નિર્ભર છે ત્યારે ધરતીપુત્રો ને અનેક ખેત ઉત્પાદન મા કમોસમી વરસાદ સહિત ની કુદરતી આફત થી નુકસાન વેઠવાનો વારો આવે છે ત્યારે વધુ એક વખત ધરતીપુત્રો દ્વારા અત્યારે હાલમાં શિયાળાની ઋતુમાં રવિપાક નું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ વહેલી સવારે ગાઢ ધુમ્મસ સર્જાતા રવિપાક માં નુકસાન થવાની સંભાવના ધરતીપુત્રો વ્યક્ત કરી રહ્યા છે
આજરોજ વહેલી સવારથી જ ચાણસ્મા પંથકમાં વાતાવરણ માં એકાએક પલટો આવ્યો હતો જેમાં ગાઢ ધુમ્મસ સર્જાતા હાઇવે પર પસાર થતા વાહનચાલકો ને પણ લાઇટો ચાલુ રાખી ને વાહન ચલાવવાની ફરજ પડી હતી તો બીજી તરફ હાલના સમયમાં ધરતીપુત્રો દ્વારા રવિપાક નું વાવેતર કરાયેલ હોવાથી પણ નુકસાન થવાની સંભાવના ધરતીપુત્રો વ્યક્ત કરી ચિંતિત જોવા મળ્યા હતા


