ઢસા વિવેકાનંદ વિદ્યા પ્રતિષ્ઠાનમાં સ્વાદ, સંસ્કૃતિ, સન્માનનો કાર્યક્રમ
મહોત્સવ અંતર્ગત આનંદમેળામાં અવનવી વાનગીઓ મૂકાઇ
અગ્ર ગુજરાત, ઢસા
વિવેકાનંદ વિદ્યા પ્રતિષ્ઠાન ઢસા(ગામ) ખાતે ત્રિવેણી મહોત્સવ સમા – સ્વાદ, સંસ્કૃતિ અને સન્માનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવ અંતર્ગત આનંદ મેળામાં દરેકે અવનવી વાનગીઓનો સ્વાદ માણ્યો હતો. સાથે સાથે તમામ ધોરણના વિદ્યાર્થીઓએ પોતાની કલા પ્રદર્શનના ભાગરૂપે વિવિધ કૃતિઓ રજૂ કરીને દર્શકોની શાબાશી મેળવી હતી. તમામ ધોરણના રેન્કર વિદ્યાર્થીઓનું સમાજ શ્રેષ્ઠીઓના હસ્તે સન્માન કરવામાં આવ્યું.
સાથે સાથે શાળાના શિક્ષકો જયદેવભાઈ ગોહિલ અને સચિનભાઈ મીણીયા તેમજ શાળાની સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થીની માહી મકવાણાનું અર્જુન એવોર્ડ આપીને સમાજ શ્રેષ્ઠી બી.એલ.રાજપરાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો જેવાં કે બી.એલ.રાજપરા, પી. આઇ. શ્રી પંચાલ, પી. એસ. આઇ. ગીતાબેન ડાંગર મેડમ, બોટાદ જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ હરેશભાઈ ધાધલ, ઉપપ્રમુખ મનોજભાઈ મિયાણી, સ્વામિનારાયણ ગુરુકુળના માધવ સ્વામી વગેરેએ ઉપસ્થિત રહી વખતો વખત વિદ્યાર્થીઓને પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કર્યા હતા. શાળાના સંચાલક અશોકભાઈ વેકરીયા અને ઘનશ્યામભાઈ ભીંગરાડીયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમને સફળ બનાવવામાં શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.આ સફળ કાર્યક્રમનું સંચાલન શિક્ષક શેતલબેન અને જયદેવભાઈએ કર્યું હતું.


