- સુરેન્દ્રનગર જિલ્લાકક્ષાએ વિજેતા થતાં હવે રાજ્યકક્ષાની સ્પર્ધામાં રમશે
- ખેલાડીઓને તાલીમ આપી તૈયાર કરી રહયા છે
- લોંગ ટેનીસ ડબલમાં જયેશ પટેલ, નકુલ અગ્રવાલની જોડી ચેમ્પિયન બની હતી
સુરેન્દ્રનગર ખાતે યોજાયેલ ખેલમહાકુંભમાં લોંગ ટેનિસ અને બેડમિન્ટન સ્પર્ધામાં ધ્રાંગધ્રાના યુવકે ચેમ્પિયનશીપ મેળવતા ધ્રાંગધ્રાનું નામ રોશન કરી હવે સ્ટેટ લેવલની સ્પર્ધામાં રમશે.ધ્રાંગધ્રાના ઝાલાવાડ ગ્રાઉન્ડમાં કોચ છોટુભા ઝાલા વર્ષોથી અનેક ખેલાડીઓને તાલીમ આપી તૈયાર કરી રહયા છે.ત્યારે સુરેન્દ્રનગર ખેલમહાકુંભમાં લોંગ ટેનીસ સિંગલમાં 40 પ્લસ રમતમાં યુવા ઉદ્યોગપતિ અને ર મતગમત ક્ષેત્રે હંમેશા યુવાનોને પ્રોત્સાહિત કરનાર જયેશભાઇ પટેલે ચેમ્પિયનશીપ મેળવી બીજા ક્રમે નકુલ અગ્રવાલ રહયા હતા. લોંગ ટેનીસ ડબલમાં જયેશ પટેલ, નકુલ અગ્રવાલની જોડી ચેમ્પિયન બની હતી. સાથે ટેબલ ટેનિસમાં ધ્રાંગધ્રાના અજયભાઇ ચેમ્પિયન બન્યા હતા અને જયેશ પટેલ બીજો ક્રમ મેળવ્યો હતો. હવે જિલ્લા બાદ ધ્રાંગધ્રાના ત્રણેય યુવાનો સ્ટેટ લેવલે ભાગ લઇ ધ્રાંગધ્રાનું નામ રોશન કરશે.


