IPLમાં પોતાની બેટિંગ કુશળતા બતાવ્યા બાદ, ઇન્ડિયા-A વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલ ઇંગ્લેન્ડમાં પણ શાનદાર બેટિંગ કરી રહ્યા છે. તેમને અત્યાર સુધીમાં ઇંગ્લેન્ડની ધરતી પર સતત ત્રણ વખત અડધી સદી ફટકારી છે. તેમને ઇંગ્લેન્ડ લાયન્સ સામેની બીજી પ્રેક્ટિસ મેચની પ્રથમ ઇનિંગમાં 52 રન બનાવ્યા હતા.
ઇંગ્લેન્ડમાં કર્યું શાનદાર પ્રદર્શન
IPLમાં કરેલા ધમાકેદાર પ્રદર્શન બાદ ધ્રુવ જુરેલ પસંદગીકારોના અને ક્રિકેટ રસિકોના દિલમાં સ્થાન બનાવવામાં સફળ રહ્યા હતા. ત્યારે ધ્રુવ જુરેલે ઇંગ્લેન્ડમાં પણ પોતાના આઇપીએલના પરફોર્મન્સને જીવંત રાખ્યું હતું. ધ્રુવ જુરેલે ઇંગ્લેન્ડની ધરતી પર બેટ્સમેન થઈને સફળતાની હેટ્રીક ફટકારી છે. તેમને ઇંગ્લેન્ડ લાયન્સ સામેની બીજી પ્રેક્ટિસ ફર્સ્ટ ક્લાસ મેચમાં પ્રથમ ઇનિંગમાં ફિફ્ટી ફટકારી છે. અત્યાર સુધીમાં ધ્રુવે ઇંગ્લેન્ડની ધરતી પર સતત ત્રણ અડધી સદી ફટકારી છે.
ઇંગ્લેન્ડમાં ધ્રુવે ફટકારી ‘હેટ્રિક’
ઇન્ડિયા-A વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલે ઇંગ્લેન્ડમાં અત્યારે તેમની બેટિંગથી તરખાટ મચાવી રહ્યા છે. ધ્રુવ જુરેલે ઇંગ્લેન્ડ લાયન્સ સામેની બીજી પ્રેક્ટિસ ફર્સ્ટ ક્લાસ મેચના પહેલા દિવસે શાનદાર બેટિંગ કરીને ભારતને એક મજબૂત સ્થિતિમાં લાવ્યા હતા. ધ્રુવ જુરેલે 87 બોલમાં 7 ચોગ્ગા ફટકારીને ટીમ માટે 52 રનનું યોગદાન આપ્યું હતું. આ પહેલાંની મેચમાં પણ ધ્રુવ જુરેલ ઇંગ્લેન્ડના બોલરો માટે માથાનો દુખાવો બની ગયા ગયા હતા. તેમને પહેલી મેચમાં 120 બોલમાં 11 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 94 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
પસંદગી માટે મજબૂત દાવેદાર
હાલ ધ્રુવ જુરેલ ઈંગ્લેન્ડની ધરતી પર જે રીતે રમી રહ્યા છે, એ જોતાં સ્પષ્ટ લાગી રહ્યું છે કે તેમને ઈંગ્લેન્ડમાં કરેલી તોફાની બેટિંગથી પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવા માટેનો દાવો સાબિત કરી દીધો છે. જો ધ્રુવ જુરેલ પ્લેઈંગ ઈલેવનમાં પસંદગી પામે છે, તો ચોક્કસથી આ તેમના માટે પોતાને સાબિત કરવાનો સુવર્ણ અવસર સાબિત થશે. ધ્રુવ જુરેલનું પરફોર્મન્સ જોતાં લાગી રહ્યું છે કે તેઓ આવનારા ભવિષ્યમાં ક્રિકેટના અન્ય ફોર્મેટમાં ભારતીય ટીમના દિગ્ગજ પ્લેયરો સાથે પણ મેચ રમતા દેખાઈ શકે છે.