- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ
- પહેલીવાર ધ્રુવ જુરેલનો ભારતીય ટીમમાં સમાવેશ
- ધ્રુવ જુરેલના પિતા ઈચ્છતા હતા કે ધ્રુવ સૈનિક બને
ભારતે ઈંગ્લેન્ડ સામે 25 જાન્યુઆરીથી શરૂ થનારી ટેસ્ટ સિરીઝની પ્રથમ બે મેચ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. જેમાં ધ્રુવ જુરેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. ધ્રુવનો ડોમેસ્ટિક મેચોમાં સારો રેકોર્ડ છે. તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમે છે. લગભગ 23 વર્ષનો ધ્રુવ ઉત્તર પ્રદેશ અને ઈન્ડિયા-Aમાં પણ રમી ચૂક્યો છે. એક રિપોર્ટ અનુસાર તેના પિતા ઈચ્છતા હતા કે ધ્રુવ સૈનિક બને. પરંતુ તેણે ક્રિકેટ પસંદ કર્યું.
ધ્રુવનો ભારતીય ટીમમાં સમાવેશ
BCCIએ શુક્રવારે રાત્રે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી હતી. તેમાં ઘણા મોટા ખેલાડીઓના નામ નહોતા. પરંતુ એક નામે બધાને ચોંકાવી દીધા. એ નામ હતું ધ્રુવ જુરેલ. ધ્રુવે ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે. આ કારણોસર, તેને હોમ ગ્રાઉન્ડ પર યોજાનારી સિરીઝ માટે તક મળી. ટીમ ઈન્ડિયાએ ઈશાન કિશનને પડતો મૂક્યો છે. જ્યારે ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો.
એક રિપોર્ટ અનુસાર, ધ્રુવના પિતા નેમ સિંહ જુરેલ સેનામાં ફરજ બજાવતા હતા. તેમણે કારગીલ યુદ્ધ લડ્યું છે. ધ્રુવના પિતા ઈચ્છતા હતા કે તે નેશનલ ડિફેન્સ એકેડમીમાં જોડાઈને સૈનિક બની દેશની સેવા કરે. પરંતુ ધ્રુવે ક્રિકેટ પસંદ કર્યું. ધ્રુવના ઘરે કોઈને આ નિર્ણય સામે કોઈ વાંધો નહોતો. નેમ સિંહ કહે છે કે આ એક અલગ ક્ષેત્ર છે. અહીં રહીને પણ દેશની સેવા કરી શકાય છે.
ધ્રુવ જુરેલની કારકિર્દી
ધ્રુવે ફર્સ્ટ ક્લાસ મેચોની 19 ઇનિંગ્સમાં 790 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને 5 ફિફટી પણ ફટકારી છે. તેણે 10 લિસ્ટ A મેચ રમી છે. જેમાં તેણે 2 ફિફટી ફટકારી છે.
ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ભારતની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન , રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), આવેશ ખાન.


