- ICC દ્વારા તાજેતરમાં ટેસ્ટ રેન્કિંગ જાહેર કરવામાં આવી
- રાંચી ટેસ્ટમાં પ્લેયર ઓફ ધ મેચ ધ્રુવ જુરેલને રેન્કિંગમાં છલાંગ લગાવી
- શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલને પણ લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો થયો
આજે એટલે કે 28 ફેબ્રુઆરીએ ICC દ્વારા તાજી ટેસ્ટ રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. આ રેન્કિંગના લેટેસ્ટ ટેસ્ટ સ્ટેન્ડિંગ્સે ભારતના ઉભરતા સ્ટાર્સની શક્તિ દર્શાવી છે. રાંચી ટેસ્ટમાં જીતનો હીરો બનેલા પ્લેયર ઓફ ધ મેચ ધ્રુવ જુરેલને રેન્કિંગમાં ફાયદો થયો છે. જ્યારે શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલને પણ લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો થયો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ રાંચીમાં 55 રનની ઇનિંગ રમી હતી પરંતુ તેમ છતાં તેને એક સ્થાનનું નુકસાન થયું છે. તેથી વિરાટ કોહલી આ સિરીઝ રમી રહ્યો નથી અને તેણે બે સ્થાન ગુમાવ્યા છે.
ICC એ તાજેતરની રેન્કિંગ જાહેર કરી
ભારત માટે માત્ર બે ટેસ્ટ મેચ રમીને ચર્ચામાં આવેલા ધ્રુવ જુરેલે 31 સ્થાનની છલાંગ લગાવી છે. રાંચી ટેસ્ટ બાદ તે 100માં સ્થાનેથી 69માં સ્થાને પહોંચી ગયો છે. શુભમન ગિલ હવે ચાર સ્થાનના ફાયદા સાથે 31મા સ્થાને પહોંચી ગયો છે. યશસ્વી 12મા સ્થાને છે જ્યારે રોહિત શર્મા એક સ્થાનના નુકસાન સાથે 13મા સ્થાને આવી ગયો છે.
<a href="http://URL
” target=”_blank”>URL
ટોપ 10માં વિરાટ એકમાત્ર ભારતીય
હાલમાં ટેસ્ટ ક્રિકેટ વધુ રમાય છે. તેથી ટેસ્ટ ફોર્મેટની રેન્કિંગમાં જ ફેરફાર જોવા મળી રહ્યા છે. કેન વિલિયમસન પણ તાજેતરની રેન્કિંગમાં ટોચ પર છે. પોતાની 31મી ટેસ્ટ સદી ફટકારનાર જો રૂટ ત્રીજા સ્થાને આવી ગયો છે. યશસ્વી જયસ્વાલ વર્તમાન ભારતીય ટીમનો ટોચનો ખેલાડી છે. જયસ્વાલ ત્રણ સ્થાનના છલાંગ સાથે 12મા સ્થાને પહોંચી ગયો છે. ટોપ 10માં વિરાટ કોહલી એકમાત્ર ભારતીય છે જે બે સ્થાનના નુકસાન સાથે 9માં સ્થાને આવી ગયો છે. ઉલ્લેખનિય છેકે વિરાટ વર્તમાન ટીમ ઈન્ડિયાનો ભાગ નથી.
બોલરો અને ઓલરાઉન્ડરોની રેન્કિંગ
બોલરોની ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય બોલર જસપ્રિત બુમરાહ ટોચ પર, રવિચંદ્રન અશ્વિન બીજા સ્થાને યથાવત છે. રવિન્દ્ર જાડેજા છઠ્ઠા સ્થાને છે. જો ઓલરાઉન્ડરોની રેન્કિંગની વાત કરીએ તો અહીં પણ રવિન્દ્ર જાડેજા ટોપ પર અને રવિચંદ્રન અશ્વિન બીજા સ્થાને યથાવત છે. અક્ષર પટેલે એક સ્થાન ગુમાવ્યું છે અને તે ચોથાથી પાંચમા સ્થાને પહોંચી ગયો છે.


