- અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે વર્લ્ડ કપની ફાઇનલ મેચ
- ઓરેન્જ ટી-શર્ટમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ કરી નેટ પ્રેક્ટિસ
- મમતાએ ખેલાડીઓની ઓરેન્જ ટી-શર્ટને ગણાવી ભાજપની ‘રાજકીય રમત’
5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચે ટીમ ઈન્ડિયા ગુજરાતના અમદાવાદમાં વન ડે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમવાની તૈયારીમાં વ્યસ્ત છે. ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. તેમાં વડાપ્રધાન મોદી સહિત અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહે તેવી શક્યતાઓ છે. રમતગમતની બાબતો ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ક્રિકેટની પીચ પર ‘રાજકીય શતરંજ’ રમવાનો આરોપ લગાવ્યો છે. ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસ જર્સી અંગે તેમણે કહ્યું કે ભાજપ દરેક વસ્તુને ભગવા રંગમાં રંગવા માંગે છે. આનું પરિણામ એ આવ્યું છે કે એક સમયે વાદળી જર્સીમાં પ્રેક્ટિસ કરતી ભારતીય ક્રિકેટ ટીમ હવે પ્રેક્ટિસ દરમિયાન ઓરેન્જ કે ભગવા રંગની જર્સી પહેરતી જોવા મળે છે. તમને જણાવી દઈએ કે ભારતના સત્તાવાર મેચ યુનિફોર્મમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.