- માંડવી મેઇન રોડ પર આવેલ ઇમારત ધરાશયી
- દાંડિયાબજાર ફાયરબ્રિગેડ પહોંચ્યું ઘટના સ્થળે
- મકાનનો ભાગ કાર પર પડતા કારને પહોંચ્યું નુકશાન
વડોદરામાં મોડી રાત્રે ઇમારત થઈ ધરાશયી થઇ છે. જેમાં માંડવી મેઇન રોડ પર આવેલ ઇમારત ધરાશયી થતા દાંડિયાબજાર ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું હતુ. તેમાં મકાનનો ભાગ કાર પર પડતા કારને નુકશાન પહોંચ્યું છે. તેમજ સદનસીબે ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઇ નથી.
બેન્કરોડ અપનાબજાર ખાતે મંદિરની બાજુમાં જર્જરિત મકાન ધારાશયી
બેન્કરોડ અપનાબજાર ખાતે મંદિરની બાજુમાં જર્જરિત મકાન ધારાશયી થયું છે. જર્જરીત મકાન ધરાશાયી થતા પાલિકાની પોલ ખુલી છે. ઘટના બાદ ભારે જહેમતથી ફાયરના જવાનોએ દોરડા બાંધી કારને કાટમાળ નીચેથી બહાર કાઢી હતી. જેમાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહની નહિ થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જો દિવસ દરમ્યાન મકાન પડ્યું હોત તો મોટી જાનહાનીની સંભાવના રહેલી હતી.
લોકોમાં પાલિકા સામે છુપો રોષ જોવા મળ્યો છે
કોર્પોરશન દ્વારા જર્જરીત ઇમારતોને નિર્ભયતાથી નોટિસો ફટકારવામાં આવે છે. જેમાં માંડવી જેવા ભરચક વિસ્તારમાં ઈમારત ધરશાયી થતા લોકોમાં પાલિકા સામે છુપો રોષ જોવા મળ્યો છે. તેમજ જર્જરીત ઈમારત ધારાશયી થયાના સમાચાર વાયુવેગે પ્રસરતા ઘટના સ્થળે લોકટોળા જોવા માટે ઉમટ્યા હતા. તેમજ તંત્રએ તાત્કાલિક પગલા લઇ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.


