- રાધાકુંડથી રામચોક, હોળીવાળા મહારાજ, વડાબજાર સુધી ગંદા પાણી રેલાયા
- આજે પૂનમ હોવાથી વૈષ્ણવો-ભક્તોને ગંદા માર્ગો પરથી પસાર થવું પડશે
- ઠેરઠેર માર્ગો પર ગટરો ઉભરાવવાથી ગંદા પાણી રેલાયા છે
2 5 જાન્યુઆરી-2 0 2 4 ના રોજ પૂનમ હોવાથી યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયજીના મંદિરે દર્શનાર્થે ભક્તો અને વૈષ્ણવોનો મંદિરમાં ભારે ધસારો જોવા મળશે. આજુબાજુના ગોના ભક્તો ઉપરાંત અમદાવાદ, વડોદરા, સહિતના શહેરોમાંથી આવતા પદયાત્રીને ડાકોરના જર્જરિત અને ગટરના પાણીથી ખદબદતા રસ્તાઓ પરથી પસાર થવું પડે તેવી નોબત ઉભી થઇ છે. ઠેરઠેર માર્ગો પર ગટરો ઉભરાવવાથી ગંદા પાણી રેલાયા છે. ડાકોર પાલિકા તંત્ર સદંતર નિષ્ફળ નિવડયું છે.ભગવાન રણછોડરાયજીના દર્શને પૂનમના દિવસે લાખો શ્રાદ્ધાળુઓ ઉમટી પડે છે. વોર્ડ નં.7 ,4 ,5 સહિતના માર્ગો પર ગટરો ઊભરાવાથી રસ્તાઓ કિચડવાળા બન્યા છે. પ્રજા ટેક્સ ભરે છે, સરકારની ગ્રાન્ટો મળે છે, છતાં પ્રજાને સુવિધા આપવામાં પાલિકા ગલ્લાતલ્લા કરે છે. ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ઉભી થઇ છે.


