- સૂર્યાસ્ત પહેલા ડિનર લેવાથી મેટાબોલિઝમ સારું રહે છે
- રાતના સમયે ફ્રાઈડ અને ઓઈલી ભોજન ટાળો તે સારું રહેશે
- ડિનરમાં ઘઉંની રોટલી, જંકફૂડ, ચોખા કે પછી મેંદાની ચીજો ટાળો
જો તમે પણ તમારું વજન ઓછું કરવા માટે અનેક રસ્તા અપનાવી ચૂક્યા છો પણ તમને સફળતા મળતી નથી તો તમે કેટલીક સરળ ટ્રિક અપનાવી શકો છો. તેનાથી તમારું વજન ઝડપથી ઉતરશે અને સાથે જ તમારે તેના માટે ખાસ સમય કાઢવાની પણ જરૂર રહેશે નહીં. તો જાણો રાતના સમયે જમતી વખતે તમારે કઈ ખાસ વાતનું ધ્યાન આપવાનું રહેશે જેથી તમારું વજન જલ્દી ઉતરે.
1. રોજ રાતના સમયનુ જમવાનું સૂર્યાસ્ત પહેલા એટલે કે 7 વાગ્યા પહેલા જમો. આ આદતથી તમારા ભોજનનું ડાયજેશન સારું થશે અને મેટાબોલિઝમ પણ સારું થશે.
2. રાતના સમયે જમતી વખતે શક્ય ત્યાં સુધી ઓઈલી અને ફ્રાઈડ ભોજન ખાવાનું ટાળો. રાતના સમયે હળવો ખોરાક લો જેથી તે સરળતાથી પચી શકે. જો તમે રાતે ભોજન કરીને તરત જ સૂઈ જાઓ છો તો તે ભોજન સરળતાથી પચતું નથી અને વજન વધવાનું કારણ બને છે.
3. પોતાને સારી રીતે હાઈડ્રેટ કરો. ડિનર જેટલું લાઈટ હશે એટલો જ ફાયદો થશે. એવામા તમે અનેક શાકના સૂપ બનાવીને પણ પી શકો છો. તે તમારી વેઈટ વોસ જર્નીને સરળ તો બનાવે છે અને સાથે તેને હેલ્ધી બનાવવામાં મદદ કરે છે.
4. રાતના જમવામાં મિલેટ્સને સામેલ કરવામાં એક સારું ઓપ્શન હોય છે. ડિનરમાં તમે જુવાર, બાજરી કે રાગીથી બનાવેલી ડિશ ખાઈ શકો છો. તે વજન ઘટાડવાની સાથે સાથે ફાઈબરથી ભરપૂર મિલેટ્સ ગટ હેલ્થ અને સાઉન્ડ સ્લીપમાં પણ મદદ કરે છે.
5. દિવસભરની ભાગદોડમાં રાતના સમયે તમે ન્યૂટ્રિશિયનથી ભરપૂર ઓપ્શનમાં રાખી શકો છો. ડિનરમાં તે ચીજોને સામેલ કરો જેનાથી તમને પૂરતું પોષણ મળી રહે. તેને ખાવાથી તમે રીલેક્સ ફીલ કરી શકો છો.
6. રાતના સમયે ઘઉંની રોટલી, જંકફૂડ, ચોખા કે પછી મેંદાની ચીજો ખાવાનું ટાળો તે યોગ્ય છે. તેનાથી વજન વધે છે અને સાથે તે અનેક બીમારીઓને આમંત્રણ આપે છે.