- અમદાવાદથી અયોધ્યા જવા માટે સીધી ફ્લાઇટ શરૂ
- જય શ્રી રામના નાદ સાથે પ્રથમ ફ્લાઇટે ભરી ઉડાન
- અયોધ્યાની પ્રથમ ફ્લાઈટમાં 150 રામ ભક્તો ગયા
રામભક્તો માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં અમદાવાદથી અયોધ્યા જવા માટે સીધી ફ્લાઇટ શરૂ થઇ છે. તેમાં જય શ્રી રામના નાદ સાથે પ્રથમ ફ્લાઇટે ઉડાન ભરી છે. અયોધ્યાની પ્રથમ ફ્લાઈટમાં 150 રામ ભક્તો ગયા છે. વેશભૂષા સાથે અયોધ્યા જવા રામ ભક્તો રવાના થયા છે.
હનુમાનજી, રામ, સીતા, લક્ષ્મણનો વેશ ધારણ કર્યો
હનુમાનજી, રામ, સીતા, લક્ષ્મણનો વેશ ધારણ કર્યો હતો. અમદાવાદથી અયોધ્યાની ટિકિટનો દર 12થી 13 હજાર છે. અયોધ્યાની પ્રથમ ફ્લાઇટે અમદાવાદથી ઉડાન ભરી છે. જેમાં રામ ભક્તો અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા ત્યારે એરપોર્ટ જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યુ હતુ. જેમાં અમદાવાદ એરપોર્ટથી રામ ભક્તો અયોધ્યા જવા રવાના થયા છે. હર્ષો ઉલ્લાસ સાથે જય શ્રી રામના નારા સાથે પ્રથમ ફ્લાઇટે ઉડાના ભરી છે.

રામ-મંદિરના પહેલા દરવાજાની તસવીર વાયરલ
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠા થવાની છે. નિર્માણ કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. મંગળવારે પહેલો સોનાનો દરવાજો લગાડાયો. આવા 13 વધુ દરવાજા આગામી ત્રણ દિવસોમાં લગાડાશે. રામ-મંદિરના પહેલા દરવાજાની તસવીર વાયરલ કરાઈ છે. જેના બંને બારણામાં હાથીઓ દર્શાવાયા છે. જેઓ સ્વાગત-મુદ્રામાં છે. ઉપરના ભાગમાં બે સેવકો હાથ જોડીને ઉભા છે. જયારે નીચેના ચાર ખાનાઓમાં સુંદર કલાકૃતિઓ છે.


