- અમદાવાદ, રાજકોટ, ભાવનગર, સુરતથી અયોધ્યા માટે ‘આસ્થા’ ટ્રેન દોડાવાશે
- કેન્દ્રીય રેલવે અને ટેક્સ્ટાઈલ રાજ્ય મંત્રી દર્શના જરદોશે ટ્વિટ કરીને માહિતી આપી
- જેને પગલે એરફેરથી ટ્રેનની ટિકિટોમાં પણ લાંબુ વેઇટીંગ જોવા મળી રહ્યુ છે
અયોધ્યાના રામમંદિર ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને પગલે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દિવસના સાક્ષી બનવા માટે લાખો રામભક્તો આતુરતાથી ત્યાં પહોંચવા માટે રાહ પણ જોઈ રહ્યા છે. જેને પગલે એરફેરથી ટ્રેનની ટિકિટોમાં પણ લાંબુ વેઇટીંગ જોવા મળી રહ્યુ છે. આ મહોત્સવ બાદ અયોધ્યા દર્શનાર્થે જવા માટે પણ ભારે ભીડને પગલે રાજ્યમાંથી ફેબ્રુઆરીમાં અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને સુરત ખાતેથી આસ્થા ટ્રેન દોડાવાનો નિર્ણય કર્યો છે. આ અંગે થોડા દિવસમાં પશ્ચિમ રેલવે દ્વારા જાહેરાત કરવામાં આવશે. કેન્દ્રીય રેલવે અને ટેક્સ્ટાઈલ રાજ્ય મંત્રી દર્શના જરદોશે ટ્વિટ કરીને આ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, ‘ચલો અયોધ્યા ચલે’ આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામની નગરી અયોધ્યા માત્ર ભારત નહિ પરંતુ વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. જ્યાં લાખો કરોડો ભક્તો અયોધ્યા જવાની ચાહ રાખી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને વિવિધ શહેરોથી સીધી અયોધ્યા જવા માટે આસ્થા
ટ્રેનો શરૂ થવાની છે. ભાવનગર-અયોધ્યા 9 ફેબ્રુ.થી, રાજકોટ-અયોધ્યા 10 ફેબ્રુ.થી, અમદાવાદ-અયોધ્યા 10 ફેબ્રુ.થી અને સુરત-અયોધ્યા વચ્ચે પણ 10 ફેબ્રુઆરીથી શરૂ થશે.


