યુવતીના ન્યુડ ફોટો અને વીડિયોના આધારે બ્લેકમેઈલીંગ કરી પૈસા પણ પડાવી લીધા
દુનિયામાં વધાતા જતા સોશિયલ મીડિયાના ઉપયોગને કારણ વધુ એક મહિલા દૂષ્કર્મનો ભોગ બની છે. રાજકોટમાં રહેતી 23 વર્ષની યુવતી પર તેના મંગેતરના મિત્ર જૂનાગઢના દિવ્યેશ ઓડેદરા ઉર્ફે ડીકેએ દૂષ્કર્મ ગુજારી, બ્લેકમેઈલીંગ કરી પૈસા પડાવ્યાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાઈ છે. જેના આધારે પોલીસે આરોપીની અટકાયત કરી તપાસ જારી રાખી છે.
ભોગ બનનાર યુવતીએ પોલીસને જણાવ્યું કે 2021માં તેની સગાઈ થઈ હતી. મંગેતર મારફત તે આરોપીને છએક વર્ષથી ઓળખે છે. સગાઈ બાદ મંગેતર સાથે અવાર-નવાર ઝઘડા થતા હતા. જેને કારણે મનમેળ રહેતો ન હતો. બે માસ પહેલા તે અમદાવાદ હતી ત્યારે આરોપીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં મેસેજ મુકયો હતો. ત્યારથી આરોપી સાથે તેની વાતચીત શરૂ થઈ હતી. તે વખતે આરોપીએ પોતે અમદાવાદ હોવાનું કહ્યું હતું. તેને મંગેતર સાથે અવાર-નવાર ઝઘડા થતા હોવાથી આરોપીને વચ્ચે રાખી મંગેતરને સમજાવટ કરવાનું નકકી કર્યું હતું.
એક દિવસ આરોપીએ તેને વોટસએપ કોલ કરતાં મળવાનું નકકી થયું હતું. જેથી તે અમદાવાદના ગુરુકૂળ રોડ પર પ્રહલાદનગર ચાર રસ્તા પર આવેલી આરોપીની ઓફિસે વહેલી સવારે મળવા ગઈ હતી. પ્રથમ પાર્કિંગમાં થોડી વાતચીત કર્યા બાદ આરોપીની ૧૧માં માળે ઓફિસે બેસવા ગઈ હતી. જયાં બે કલાક સુધી વાતચીત કરી હતી. બાદમાં તેણે ત્યાંથી જવાનું નકકી કરતાં આરોપીએ તેનો હાથ પકડી બેસાડી દીધા બાદ તેણે ઓફીસમાં મંગેતરને જે ગાળો ભાંડી હતી તેનું રેકોર્ડીંગ સંભળાવી તે તેના મંગેતરને મોકલી આપશે તેવી ધમકી આપી હતી. આખરે તે આરોપીની ઓફિસેથી નીકળી ગઈ હતી.
બે દિવસ બાદ તે નોકરી પર હતી ત્યારે આરોપીએ તેને એક હોટલમાં મળવા બોલાવી હતી. સાથે રૂ.૧૦ હજાર પણ લઈ આવવાનું કહ્યું હતું. પરંતુ તેણે રકમ નહીં હોવાનું કહેતા આરોપીએ તેનું રેકોર્ડીંગ અને ફોટા તેના મંગેતરને મોકલી આપવાની ધમકી આપી હતી. આખરે આરોપીને મળવા તે ગુરુકુળ રોડ પર આવેલી હોટલે ગઈ હતી. સાથે રૂ.ર હજાર પણ લઈ ગઈ હતી. તે આરોપીને આપતા આરોપીએ રૂ.૧૦ હજારની માગણી કરી હતી. તેણે વધુ રકમ નહીં હોવાનું કહેતા આરોપી તેને હોટલના રૂમમાં લઈ ગયો હતો. જયાં તેને બ્લેકમેઈલીંગ કરી કર્યું કે આ હોટલ તેની જ છે. તેણે આ હોટલમાં પ્રવેશ કર્યો તેના સીસીટીવી ફુટેજ તેની પાસે આવી જશે. જે તેના મંગેતરને મોકલી આપવાની ધમકી આપી બ્લેકમેઈલીંગ કરી જબરજસ્તી કર્યા બાદ તેની મજબુરીનો લાભ ઉઠાવી શરીરસંબંધ બાંધી મોબાઈલમાં તેના ન્યુડ ફોટા પાડી લીધા હતા. ત્યારબાદ આરોપીએ તેની પાસે ૮ હજારની માંગણી કરી વોટસએપ કોલ ચાલુ રાખ્યા હતા. દોઢેક માસ પહેલા તે રાજકોટ હતી ત્યારે આરોપીએ તેને કોલ કરી રાજકોટ હોવાનું કહી મળવા બોલાવી હતી. તેણે ના પાડતા તેનો ન્યુડ ફોટો અને વીડીયો ઈન્સ્ટાગ્રામમાં ઓટો ડીલીટ મોડમાં મોકલી આપ્યો હતો. સાથોસાથ સગાઈ તોડાવી નાખવા અને ફોટા વાયરલ કરવા સહિતની ધમકી આપી હતી.
જેને કારણે તે ડરી જતા બે દિવસ બાદ આરોપીને નવી કોર્ટ પાસે મળી હતી. તે વખતે આરોપીએ રૂ. 50,000 ની માગણી કરી હતી. આટલી રકમ નહીં હોવાનું કહેતા ન્યુડ ફોટા અને વીડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. આખરે તેણે આરોપીને રૂ. 40,000 આપ્યા હતા. તે વખતે આરોપીએ તેના ફોટા અને વીડીયો ડીલીટ કરી હવે હેરાન નહીં કરું તેવી ખાતરી આપ્યાના થોડા દિવસોમાં ફરીથી કોલ કરી પોતાની સાથે લગ્ન કરવાની વાત કરી હતી. એટલું જ નહીં ફરીથી ન્યુડ વીડિયો ઈન્સ્ટાગ્રામમાં મોકલ્યો હતો. આખરે તેણે મંગેતરને વાત કર્યા બાદ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.