- ધારાસભ્યો અને ભાજપના હોદ્દેદારોએ વિદાય આપી
- અયોધ્યામાં નવનિર્મિત રામદેવમાં પ્રાણ પ્રતિષ્ઠા થયા
- મહેસાણાથી 1,244 જેટલા રામભકતો રવાના થયા
અયોધ્યામાં નવનિર્મિત રામદેવમાં પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ ભગવાન રામનાં દર્શન કરવા માટે મહેસાણાથી 1,244 જેટલા રામભકતો રવાના થયા હતા. આસ્થા ટ્રેનમાં અયોધ્યા જવા રવાના થયેલા રામભકતોને વિદાય આપવા માટે મહેસાણા જિલ્લાના રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અયોધ્યા રામમંદિર ખાતે જઈ રહેલા સુરતના ધારાસભ્યને પણ વિદાય આપવામાં આવી હતી. મહેસાણા જિલ્લામાંથી હજુ પણ વધુ રામભકતો અયોધ્યા જવા તત્પર છે અને તેઓ તબક્કાવાર રવાના થશે. અયોધ્યા જવા આસ્થા ટ્રેનમાં રવાના થયેલા રામભકતોને વિદાય આપવા માટે મહેસાણા જિલ્લા ભાજપના પ્રમુખ ગીરીશભાઈ રાજગોર, મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ એમ.એસ.પટેલ, ઊંઝાના ધારાસભ્ય કે.કે.પટેલ, બહુચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર, કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી, મહેસાણા જિલ્લા પંચાયતનાં પ્રમુખ તૃષાબેન પટેલ, ભાજપના મહામંત્રીઓ ભગાજી ઠાકોર, જે.એફ.ચૌધરી અને મહેશભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને શુભયાત્રા માટે શુભેચ્છા વ્યકત કરી હતી.


