બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર અને સેનામાં વિવાદ ચાલી રહ્યો છે ત્યારે મ્યાનમારના હિંસાગ્રસ્ત રાખાઇન પ્રાંતને બાંગ્લાદેશ સાથે જોડતા આ પ્રસ્તાવિત કોરિડોર સેના દ્વારા રેડ સિગ્નલ આપવામાં આવ્યું છે. આ વિવાદ માટે ખાસ પત્રકાર પરિષદમાં ખુલાસા કરવામાં આવ્યા હતા.
પ્રસ્તાવિત કોરિડોર પર ત્યાંની સેનાએ કહ્યું કે, બાંગ્લાદેશ સેના દેશની સુરક્ષા સાથે સમાધાન કરતી કોઈપણ પ્રવૃત્તિમાં સામેલ થવાની નથી. એવું ન માની શકાય કે સરકાર અને સૈન્ય સંઘર્ષમાં કામ કરી રહ્યા છે. દેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ દ્વારા પ્રસ્તાવિત કોરિડોરનું ભવિષ્ય નક્કી કરી લીધું છે.
સેનાએ ‘બ્લડી કોરિડોર’ ગણાવ્યો
સેનાના વડા જનરલ વકાર ઉઝ ઝામાએ આ કોરિડોરને ‘બ્લડી કોરિડોર’ ગણાવ્યો હતો. આ પ્રોજેક્ટને સમાપ્ત કરવાનું કહ્યું હતું. ઢાકામાં લેફ્ટનન્ટ કર્નલ શફીકુલ ઇસ્લામે રાખાઇન રાજ્યમાં માનવતાવાદી કોરિડોર ખોલવાની વચગાળાની સરકારની અસંમતિ દર્શાવી, “કોરિડોર, રાષ્ટ્રીય સુરક્ષા અને રાષ્ટ્રીય સાર્વભૌમત્વ સંબંધિત મુદ્દાઓ પર સેના કોઈ સમાધાન કરશે નહીં.
રેડ સિગ્નલ એ સરકાર સેનાના વિવાદની સાબિતી
5 ઓગસ્ટ, 2024 ના શેખ હસીનાએ સત્તા છોડી દીધા પછી સેનાએ દેશ હિત માટે બધા સાથે સંકલન કર્યું છે. મોહમ્મદ યુનુસ વચગાળાની સરકારના વડા બન્યા અને સેનાએ દેશની સુરક્ષા સંભાળી લીધી છે. બ્રિગેડિયર જનરલ નાઝીમ ઉદ દૌલાએ કહ્યું કે, અમે સૌહાર્દપૂર્ણ અને પરસ્પર સમજણ સાથે કામ કરી રહ્યા છીએ. સેનાએ મીડિયાને કહ્યું કે સરકાર સાથે કોઈ વિવાદ નથી પરંતુ સેનાએ મ્યાનમાર કોરિડોર પર રેડ સિગ્નલ આપ્યું એ વિવાદની સાબિતી સમાન છે.
13 લાખ રોહિંગ્યા શરણાર્થીઓ
મ્યાનમારના રાખીન રાજ્યમાં ગૃહયુદ્ધ અને ભૂકંપને કારણે 20 લાખથી વધુ લોકો દુષ્કાળનો સામનો કરી રહ્યા છે. દેશના વડાપ્રધાન યુનુસ સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકાના દબાણ હેઠળ આ પ્રોજેક્ટ સાથે આગળ વધી રહ્યા છે. અરાકાન આર્મીએ બાંગ્લાદેશ સરહદ નજીકના ટેકનાફ જેવા વિસ્તારો કબજે કરતા સરહદ પર તણાવ વધી રહ્યો છે. પ્રસ્તાવિત કોરિડોર બને તો રોહિંગ્યાઓ માટે મ્યાનમારથી બાંગ્લાદેશ આવવું સરળ બનશે. હાલમાં કોક્સ બજારમાં 13 લાખ રોહિંગ્યા શરણાર્થીઓ છે.