- ધાનપુર તાલુકાના કોંગ્રેસ પ્રમુખ ભાજપમાં જોડાયા
- દિપસિંહ ભૂરીયા સાથે 400થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા
- આપ પાર્ટીના કાર્યકરોએ પણ કેસરીયો ધારણ કર્યો
રાહુલ ગાંધીની ન્યાય યાત્રા હજી ગુજરાતમાંથી પસાર જ માંડ થઈ છે ત્યાં તો દાહોદ કોંગ્રેસમાં ભંગાણ પડી ગયું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી તેના પહેલાં જ વિવાદ શરૂ થયો હતો જ્યાં ફરી નેતાઓ પક્ષ છોડી રહ્યા છે. દાહોદ કોંગ્રેસમાંથી 400થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે.
આ અંગેની માહિતી અનુસાર, રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પસાર થઈ ગઈ છે. જેના વચ્ચે કોંગ્રેસમાંથી ફરી નેતાઓ પક્ષ છોડી રહ્યા છે. જેમાં દાહોદ કોંગ્રેસમાં ધાનપુર તાલુકાના કોંગ્રેસ પ્રમુખ ભાજપમાં જોડાયા છે. જેમાં દિપસિંહ ભૂરીયા સાથે 400થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે.
નોંધનીય છેકે, દિપસિંહ ભૂરીયા ધાનપુર કોંગ્રેસના પ્રમુખ સહિત 400થી વધુ કાર્યકર્તાઓએ કેસરીયા ધારણ કર્યા છે. જેના સાથે જ આપ પાર્ટીના કાર્યકરોએ પણ કેસરીયો ધારણ કર્યો છે. કોંગ્રેસમાંથી સતત પક્ષ છોડીને નેતાઓ જઈ રહ્યા છે જેમાં ફરી એકવાર નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે.
અગાઉ પણ ભંગાણ પડ્યું
આ અગાઉ દાહોદ જિલ્લા કોંગ્રેસમાં ફરી એકવાર ભડકો થયો છે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બાદ તરત જ કોંગ્રેસ પાર્ટીના સંગઠન મંત્રી વસંતલાલ પારગી, મોટીરેલ જીલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસના સહસંયોજક જીગ્નેશ પારગી, કોંગ્રેસ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના જીલ્લા ઉપપ્રમુખ રોમિત તાવીયાડ, જીલ્લા યુથ કોંગ્રેસના મંત્રી અર્જુન તાવીયાડે પાર્ટીમા થતી સતત અવગણને લઈને જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અને તાલુકા કોંગ્રેસ પ્રમુખને રાજીનામા આપી દીધા હતા.


