- દ્વારકામાં કોંગ્રેસમાં સર્જાયું ભંગાણ
- પૂર્વ જિ.પંચાયત સદસ્ય ભાજપમાં જોડાયા
- રામસી મારુએ ભાજપનો ખેસ ધારણ કર્યો
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટેનું મતદાન હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવામાં ચૂંટણી પહેલા દ્વારકા જિલ્લા કોંગ્રેસમાં છેલ્લી ઘડીએ ભંગાણ સર્જાયું છે. કોંગ્રેસના પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય રામસી મારુંએ કોંગ્રેસનો સાથ મુકીને ભાજપનો ખેસ ધારણ કર્યો છે.
મળતી માહિતી મુજબ, ચૂંટણી ટાળે પક્ષની અદલા-બદલી થવીએ હવે આમ વાત રહી ચૂંકી છે. કોંગ્રેસ ગુજરાતમાં પોતાનું પ્રભૂત્વ જમાવા માટે અનેક પ્રયાસો કરી રહ્યું છે. એકબાદ એક કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. જેમાં દ્વારકા જિલ્લા કોંગ્રેસમાં છેલ્લી ઘડીએ ભંગાણ સર્જાયું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા વિક્રમ માડમના PA રામસી મારુંએ કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાના હસ્તે કેસરિયો ખેસ ધારણ કર્યો છે. પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય રામસી મારુંએ કોંગ્રેસને અલવિદા કહ્યું છે. દ્વારકા જિલ્લા કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાતા રાજકીય ઉથલ પાથલના એંધાણો જોવા મળી રહ્યા છે.
માલધારી સમાજના ભરત મકવાણા પણ ભાજપમાં જોડાયા
કોંગ્રેસની જૂથબંધીથી થાકીને કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે. જેમાં કોંગ્રેસના 200 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. તેમાં અશોક ડાંગરે જણાવ્યું છે કે દિલીપ સંઘાણી અને રમેશ રૂપાપરા દ્વારા મને ભાજપમાં જોડાવા પ્રેરણા આપી છે. ફરી વખત મને ભાજપમાં ઉમળકા ભેર પ્રવેશ આપવા માટે ભાજપનો આભાર.
ગાંધીજી મામલે આપવામાં આવેલ નીવેદન મામલે પ્રતિક્રિયા આપતા અશોક ડાંગરે કહ્યું, કોંગ્રેસની સ્થાપના કરનાર ગાંધીજી મામલે વાણી વિલાસ કરવા છતાં સ્ટાર પ્રચારક વિરુદ્ધ કોંગ્રેસ પક્ષે પગલાં લીધા નથી. ઇન્દ્રનીલ ભાઈનો ઇન્ટરવ્યૂ 7 વાગ્યા પછીનો હતો. અમારે ત્યાં કેહવાય છે કે ઇન્દ્રનીલ ભાઈને ત્યાં 7 વાગ્યા પછી ન જવુ જોઇએ. રાજકોટ કોંગ્રેસમાં મોટો ફટકો પડ્યો છે. જેમાં પૂર્વ શહેર પ્રમુખ અશોક ડાંગર ભાજપમાં જોડાયા છે. તેમજ માલધારી સમાજના ભરત મકવાણા પણ ભાજપમાં જોડાયા છે.
કોંગ્રેસમાં કોઈ નિર્ણયશકિત નથી: અશોક ડાંગર
અશોક ડાંગર, ભરત મકવાણા સાથે અનેક લોકો ભાજપમાં જોડાયા છે. રાજકોટ શહેર કોંગ્રેસના મહામંત્રી રવિ ડાંગર ભાજપમાં જોડાયા છે. પૂર્વ ડેપ્યુટી મેયર ભરત મકવાણા સાથે 200થી વધુ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જોડાયા બાદ અશોક ડાંગરે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. જેમાં અશોક ડાંગરે જણાવ્યું છે કે કોંગ્રેસ કાયમી તૂટવાની છે. કોંગ્રેસમાં કોઈ નિર્ણયશકિત નથી.


