- કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે શ્રોષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓનું સન્માન કરાશે
- દહેગામમાં 26 મી જાન્યઆરીએે 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી
- વિવિધ કચેરીઓ દ્વારા પોતાના ટેબ્લો પણ રજુ કરવામાં આવશે
દહેગામ ખાતે 26 મી જાન્યઆરીએે 75માં પ્રજાસત્તાક પર્વની જીલ્લાકક્ષાની ઉજવણી કરવામાં આવનાર છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. શહેરના મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવાની કામગીરી ચાલી રહી છે. પટાંગણમાં મોટો ડોમ બનાવામાં આવ્યો છે. ઉજવણીના સંદર્ભમાં આજે જીલ્લા કલેક્ટર હિતેષ કોયાની ઉપસ્થિતિમાં હોમગાર્ડ તથા પોલીસ જવાનો દ્વારા કાર્યક્રમનુ પરેડ રીહર્સલ કરાયુ હતુ.
દહેગામ ખાતે 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે અને દહેગામ ખાતે જીલ્લાકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ વિધાન સભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે કરવામાં આવશે. જેમાં જીલ્લા કલેક્ટર હિતેષ કોયા, દહેગામ મામલતદાર રોનક કપુર સહીત જીલ્લાના વડા અધિકારીઓની હાજરી રહેશે. આજે કાર્યક્રમ સ્થળ મ્યુનિસિપલ હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં કલેક્ટરની ઉપસ્થિતિમાં પરેડ રીહર્સલ કરાયુ હતુ. જેમાં પોલીસ તથા હોમગાર્ડના જવાનોએ રીહર્સલમાં જોડાયા હતા.


