- શહેર માટે મેળાના મેદાનમાં અને જિલ્લા માટે કેરાળા રોડ ઉપર શંકુલ બનશે
- વઢવાણ ધારાસભ્યની હાજરીમાં રમત ગમત અધિકારીઓને 7.5 એકર જમીન ફાળવાઈ
- સુરેન્દ્રનગર શહેરનું મેળાના મેદાનમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે
વઢવાણના કેરાળા ગામના રોડ ઉપર સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાના વિવિધ રમતો માટેના સ્પોર્ટસ શંકુલ માટે ધારાસભ્યના પ્રયાસોથી રમતગતમ અધિકારીઓને સાડા સાત એકર જમીન ફાળવી દેવાતા વિસ્તારના લોકોએ આનંદ વ્યકત કર્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ રમત ગમત ક્ષેત્રે અનેક યુવાનો અગ્રેસર સ્થાન ધરાવે છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષાએ પહોચી શકે એ માટે વઢવાણના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઇ મકવાણાના પ્રયાસોથી વઢવાણ કેરાળા ગામના રોડ ઉપર 22 કરોડ રૂપીયાના ખર્ચે વિશાળ સ્પોર્ટસ શંકુલ બનશે.આ શંકુલ માટે કેરાળા રોડ ઉપર ધારાસભ્ય જગદીશભાઇની હાજરીમાં રમત ગમત અધિકારીઓને સાડા સાત એકર જમીન પણ ફાળવી દેવાઇ છે.આ શંકુલમાં એથ્લેટીકસ ટ્રેક,મલ્ટી પર્પસ ઇન્ડોર હોલ,ટેનીસ કોર્ટ,બાસ્કેટ બોલ,વોલીબોલ,ખોખો,કબડી,આધુનીક મેદાન અને એડમીનીસ્ટ્રેશન બિલ્ડીંગ સહિતની સુવિધાઓ પ્રાપ્ત થશે. દરેક રમતના ખેલાડી પ્રોત્સાહિત થશેઃધારાસભ્યવઢવાણ ધારાસભ્ય જગદીશભાઇ મકવાણાએ જણાવેલ કે જમીન પણ ફાળવાઇ છે ટંુક સમયમાં ખાતમુર્હત પણ થશેઆ શંકુલથી જિલ્લાના દરેક ક્ષેત્રની રમતના ખેલાડીઓને પુરતો લાભ મળશે. સુરેન્દ્રનગર શહેરના મેળાના મેદાનમાં 5.63 કરોડના ખર્ચે સ્પોર્ટસ શંકુલ મંજૂર કરાવ્યુ હતુ જેનુ કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઇ મુંજપરા દ્વારા ખાતમુર્હત પણ કરાયુ હતુ.ત્યાર બાદ મેદાનના વાડા વાળા કોર્ટમાંથી હાઇકોર્ટમાં ગયા હતા.પરંતુ હાઇકોર્ટમાં પણ પીટીશન રદ્ કરી પાલીકા દ્વારા મેળાના મેદાનમાં સ્પોર્ટસ શંકુલ બનાવવાનો નિર્ણય ગ્રાહય રાખ્યો છે.


