- શટલ રન, 30 મીટર દોડ, લાંબી કૂદ સહિતની રમતો રમાડાઇ
- તુફાન ગેમ્સમાં 60 બાળાઓએ ભાગ લીધો હતો
- સહિતની રમતોમાં દરેક બાળકો એ સુંદર દેખાવ કર્યો હતો
નાંદી ફઉન્ડેશન દ્વારા નન્હીકલી પ્રોજેક્ટ ભારતના નવ રાજ્યોમાં કાર્યરત છે અને ભરૂચ જિલ્લાના પાંચ બ્લોક વાલિયા, ઝઘડિયા, નેત્રંગ, આમોદમાં મળી કુલ 13000 નાની બાળાઓને શૈક્ષણિક સામાજિક સાથે શૈક્ષણિક સામગ્રીની સહાયતા આપી નાની બાળાઓ શિક્ષણ ક્ષેત્રે તથા અન્ય ક્ષેત્રોમાં પ્રગતિ કરે તે માટે જંબુસર ખાતે પ્રોગ્રામ ઓફ્સિર નૂતન યાદવ સતત પ્રયત્નશીલ રહે છે.આ પ્રોજેક્ટ અંતર્ગત નાની બાળાઓ શિક્ષણ સાથે રમતગમત ક્ષેત્રે પણ પ્રગતિના સોપાનો સર કરી રહ્યા છે.આજે જંબુસરની નવયુગ વિદ્યાલય મેદાનમાં જિલ્લા કક્ષાનો પ્રાઇમરી બાળાઓ માટે તુફન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 60 બાળાઓએ ભાગ લીધો હતો.અને શટલ રન, 30 મીટર દોડ ,લાંબી કુદ સહિતની રમતો યોજાઈ હતી. જેમાં દરેક બાળકો એ સુંદર દેખાવ કર્યો હતો. જેનો સમાપન સમારોહ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ભરૂચ કચેરી ઈન સ્કૂલ ટીમ મેનેજર હિતેશ પઢિયાર, અગ્રણી કૃપાબેન દોશી, ધનુબેન રણા, વૈશાલીબેન પઢીયાર, હિતેન્દ્રસિંહ ઠાકોર, એટીડીઓ તેજસ ભાઈ, તથા સંજયભાઈ સહિત ઉપસ્થિત રહ્યા હતા.અને નાની બાળા ઓ રમતમાં હજુ સારું પરિણામ હાંસલ કરી રાજ્ય કક્ષાએ પસંદગી પામે તેવી શુભેચ્છાઓ ઉપસ્થિતો દ્વારા પાઠવવામાં આવી હતી. નાની બાળાઓને મેડલ પ્રમાણપત્ર ઉપસ્થિતોના હસ્તે એનાયત કરાયા હતા.આ પ્રસંગે કોચ ડિમ્પલ, ભાવિકા, અંજના, ચેતના, દર્શના, જ્યોત્સના, ચેતનાબેન, ધરતી, સાલેહા એ સેવાઓ આપી હતી. તથા ઓફ્સિ સ્ટાફ્ એ એફ્.ઓ મોહસીનભાઈ, ડીએલઓ વિક્રમભાઈ, આસિસ્ટન્ટ દિનેશભાઈ સહિત હાજર રહ્યા હતા.


