ગેમ્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમનો લાભ લેતા હજારો લોકો
અગ્ર ગુજરાત, દીવ
દીવમાં ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ ફેસ્ટીવલમાં દરેક રમતોના ખેલાડીઓ ખુબ જ ઉત્સાહથી પોતાની ગેમ્સ રમે છે. ઘોઘલા બીચ ઉપર દરરોજ જનમેદની ઉમટે છે, અને ગેમ્સ તેમજ સાસ્કૃતિક કાર્યક્રમનો લાભ ઉઠાવે છે.
જીલ્લા પંચાયતના પ્રમુખ રંજીતાબેન ધીરજભાઇ કોટીયા, ડીએમસી પ્રમુખ હરેશભાઇ પાંચાભાઇ કાપડીયા, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ નાનજીભાઇ સોલંકી, જીલ્લા પંચાયત સભ્ય કરશનભાઇ, અશ્વીનીબેન અને કાઉન્સીલર ચીતકભાઇ સોલંકી ખેલો ઇન્ડીયા બીચ ગેમ્સમાં પહોંચી અને ખેલાડીઓને પ્રોત્સાહીત કર્યા ખાસ કરીને ટગ ઓફ વોરમાં દીવની ટીમ વિજેતા બનતા તેમને મુખ્ય મહેમાનોએ અભીનંદન પાઠવ્યા હતાં.
ત્યારબાદ આ મહેમાનોએ ખેલાડીઓ માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે તે સ્થળની મુલાકાત કરી અને ખેલાડીઓને રહેવાની, જમવાની વ્યવસ્થા વિશે પુછયું અને કોઇ મુશ્કેલી થાય તો સંપર્ક કરવા જણાવ્યું હતું. દરેક ખેલાડીઓ પ્રશાસન દ્વારા કરવામાં આવેલ દરેક સુવિધાની ખુબ જ પ્રશંસા કરી હતી.


