-
વિદ્યાર્થીઓ, ધંધાર્થીઓ, રત્નકલાકારોની વતન તરફ દોટ
-
સ્પેશ્યલ ટ્રેનઅને એકસ્ટ્રા બસો દોડાવાઇ

અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરની શાળા કોલેજોમાં દિવાળીનું વેકેશન પડતાની સાથે તેમજ સરકારી કચેરીઓમાં પણ અરજદારો કામ સબબ નહીવત સંખ્યામાં આવી રહ્યા છે તેમજ દાહોદ અને ગોધરાથી રોજી રોટી કમાવવા માટે આવતા મજુરો દિવાળીનો તહેવાર શરૂ થતાની સાથે જ રેલવે સ્ટેશન અને બસ પોર્ટ ઉપર માનવ મેદની ઉમટી પડી હતી.
અન્ય રાજ્યમાંથી રોજીરોટી મેળવવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે, પરંતુ દિવાળીના તહેવારો પોતાના વતનમાં પરિવાર સાથે ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં લોકો જઇ રહ્યા છે. બસ અને ટ્રેન મારફતે લોકો પોતાના વતન જવા લાઇનો લગાવી રહ્યા છે તો બીજી તરફ તંત્રએ પણ તહેવારોમાં એક્સ્ટ્રા બસ અને સ્પેશિયલ ટ્રેન ચલાવી રહ્યું છે. રાજકોટ રેલવે સ્ટેશન પર પોતાના વતન જવા ઇચ્છુકો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે.
દિવાળીનો તહેવાર શરૂ થતાની સાથે અન્ય રાજયોમાથી રોજી રોટી કમાવવા માટે આવતા મજુરો અને દિવાળીનું વેકેશન પડતાની સાથે જ લોકો ઉતર ભારતના ફરવા લાયક સ્થળો જેમાં હરીદ્વાર,ચારધામની યાત્રા અને સીમલા,મસુરી સહીતના ફરવા લાયક સ્થળો તથા દક્ષિણ ભારતના ફરવા લાયક સ્થળો એ ઉપડી જતા ગઈકાલે રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળતી હતી. આવી જ રીતે એસ.ટી.તત્ર દ્વારા પણ દાહોદ અને ગોધરા જવા માટે ખાસ એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી રહી છે તેમજ ફરવા લાયક સ્થળો જેમ કે સોમનાથ, દ્વારકા,દિવ, જુનાગઢ સહિતના અન્ય ફરવા લાયક સ્થળો એ લોકો ઉપડી જતા એસ.ટી.બસોમા ભારે ટ્રાફીક જોવા મળે છે અને તમામ બસો ચિક્કાર દોડી રહી છે.


