- ઘરે બનાવેલા નાસ્તાથી નહીં થાય તબિયત ખરાબ
- ગેસ્ટ વેલકમમાં ઠંડી અને ડીપ ફ્રાય કરેલી વસ્તુઓ ન પીરસો
- વધારે તેલ અને મસાલા યુક્ત ચીજોથી વધે છે ગેસ અને એસિડિટીની સમસ્યા
તહેવારોની સીઝન શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ સીઝનમાં અનેક ઘરમાં અનેક પ્રકારના પકવાનની તૈયારીઓ શરૂ થઈ જાય છે. આ સમયે મહેમાનોની અવર જવર પણ રહે છે. ખાસ કરીને આ અવસરે તમે આડોશ પાડોશ અને સંબંધીઓને શુભકામના આપો છો અને અનેક પ્રકારના પકવાનની તૈયારીઓ કીર લો છો. અનેક લોકો ઘરમાં એવા નાસ્તા બનાવે છે જે હેલ્થ માટે સારા રહે છે. પણ ક્યારેક મસાલેદાર નાસ્તાથી એસિડિટી અને ગેસની સમસ્યા વધે છે. જો તમને આ સમસ્યા થશે તો તમે દિવાળીના તહેવારની મજા માણી શકશો નહીં. માટે કોઈના પણ ઘરે જાઓ તો તમારી હેલ્થને અનુસાર ભોજન કે નાસ્તો લો. જો કે દરેક વ્યક્તિએ નાસ્તાનું પ્લાનિંગ કરતી સમયે આ વસ્તુનું ધ્યાન રાખી લેવું પણ જરૂરી છે. તો જાણો શુ કરવું.
જાતે બનાવો વાનગી
દિવાળીના સમયે લોકો ઘરના કામમાં વ્યસ્ત રહે છે અને અન્ય તૈયારીઓની વચ્ચે મહેમાનોને માટે વેરાયટી બનાવવાનો સમય મળતો નથી. આ કારણ છે કે મોટાભાગના લોકો મહેમાનો માટે બહારથી ખાવાનું ઓર્ડર કરે છે. આમ કરવાથી ભલે થોડો સમય અને મહેનત બચી જાય પણ બહારનું ભોજન મહેમાનોની તબિયત બગાડી શકે છે. તહેવારો પર બહારનું ખાવાનું હાઈજેનિક રહેતું નથી.
હેલ્થનું રાખો ધ્યાન
બજારથી મંગાવવામાં આવતા ભોજનમાં તેલ અને મસાલા વધારે હોય છે. તેને ખાવાથી મહેમાનોને ગેસ અને એસિડિટીની સમસ્યા રહે છે. આ માટે મહેમાનોને દિવાળીના તહેવાર ટેસ્ટીની સાથે હેલ્ધી ભોજન મળશે. તહેવારના સમયે ઘરે એવી વાનગીઓ બનાવો જે હેલ્થ માટે સારી હોય.
સીઝનનું રાખો ધ્યાન
દિવાળી આવતા સીઝનમાં ફેરફાર આવવા લાગે છે. આ સમયે શિયાળાની શરૂઆત પણ થવા લાગે છે. આ માટે ભોજનનું મેન્યુ સાવધાની સાથે પસંદ કરો. મેન્યૂમાં વધારે ઠંડી અને ડીપ ફ્રાય કરેલી ચીજો સામેલ ન કરો. તેનાથી ગળું ખરાબ થવાની શક્યતા વધે છે. તેની સાથે ઘરના હાઈજિનનું ધ્યાન રાખો.