- દીવા અને મીણબત્તીથી લાગે છે વધારે આગ
- પૂજા સમયે કપડાંની ઝપેટમાં આવવાથી થાય છે વધારે નુકસાન
- 2022માં 9 કેસમાંથી 7ને બચાવી શકાયા ન હતા
દિવાળીનો તહેવાર ફટાકડા વિના ઉજવવાનું લોકો વિચારી શકતા નથી અને આ જ કારણ છે કે શિયાળાના સમયે થઈ રહેલા પ્રદૂષણને કારણે ફટાકડા પર બેન પણ મૂકવામાં આવ્યો હતો. આ વર્ષે દિલ્હી-એનસીઆરમાં દિવાળીના ફટાકડાથી પ્રદૂષણ વધ્યું અને સાથે તેણે અનેક રેકોર્ડ તોડ્યા હતા. આ સાથે જ આ સમયે આગના અને દાઝી જવાના કિસ્સા વધ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષોમાં ફટાકડાથી વધારે અન્ય બાબતનું રિસ્ક પણ વધ્યું છે.
ફટાકડા નહીં, આ ચીજથી લાગે છે વધારે આગ
પ્રદૂષણ સિવાય આ વર્ષે દિવાળીએ આગથી દાઝી જવાના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. દિવાળીનો ઉત્સાહના કારણે ફાયર બર્નનો સામનો કરવો પડ્યો છે. એમ્સમાં દિવાળીના સમયે ગયા વર્ષે અનેક દાઝી જવાના કિસ્સા આવ્યા હતા. તેમાં ખાસ કરીને ફટાકડાથી દાઝવાને બદલે દીવા અને મીણબત્તીના કારણે આગ લાગવાના કિસ્સા વધ્યા હોવાનું સામે આવ્યું છે.
ગયા વર્ષે કેટલા લોકોના થયા મોત
વર્ષ 2022માં દિવાળીના સમયે 9 લોકો ગંભીર રૂપથી દાઝી જનારામાં એમ્સની ઈમરજન્સીમાં લાવવામાં આવ્યા હતા. તેમાંથી 7ને બચાવી શકાયા ન હતા. અનેક લોકો ખાસ કરીને દીવા કે કપડાથી કે ઘરમાં આગના કારણે દાઝી ગયા હતા. કુલ કેસમાં લગભગ 70 ટકા દીવાથી દાઝી જનારા હતા અને 30 ટકા કેસમાં ફટાકડાથી દાઝી જનારા હતા.
દીવાથી દાઝી જનારાના કિસ્સા વધ્યા
એઈમ્સના બર્ન અને પ્લાસ્ટિક સર્જરીના હેડનું માનવું છે કે ફટાકડાથી આગ ઓછી લાગે છે, હાથ દાઝવા, પગ દાઝવાના કિસ્સા વધે છે. પરંતુ દીવા કરતી સમયે પૂડાના સમયે કપડાંનું તેની ઝપેટમાં આવવાથી વધારે નુકસાન થઈ રહ્યું છે.
આગ લાગતી સમયે શું કરવું
1. કામળા કે ગરમ કપડાથી બચવાનો કરો પ્રયાસ
કામળો આગને શોષી લે છે અને વ્યક્તિ તેનાથી વધારે બળી શકે છે.
2. આ ચીજોને ઉતારી દો
જો તમે તમારી જ્વેલરી, બેલ્ટ કે કોઈ અન્ય ચીજ પહેરી છે તો તેને શરીરથી અલગ કરી દો.
3. પાણીનો કરો ઉપયોગ
દાઝેલી જગ્યાએ ચોખ્ખું પાણી નાંખો અને તરત જ હોસ્પિટલ પહોંચો.
આ રીતે કરો બચાવ
1. દિવાળીએ ઢીલા અને સુતરાઉ કપડાં પહેરો.
2. સિન્થેટિક કપડા નુકસાન કરે છે માટે તેનાથી દૂર રહો.
3. દીવા અને મીણબત્તીને યોગ્ય જગ્યાએ રાખો, જેથી તે પડે નહીં.
4. વીજળીના તાર અને થાંભલા પાસે દીવા કે ફટાકડા ફોડો નહીં.