- નવી દિલ્હી ખાતે યોજાયી 67મી નેશનલ સ્કૂલ ગેમ્સની સ્વિમિંગ ઇવેન્ટ
- ઇવેન્ટમાં બે હજાર કરતાં વધારે સ્વિમર્સે ભાગ લીધો હતો
- અમદાવાદના યુવા સ્વિમર્સે વિવિધ ઇવેન્ટમાં મેડલ્સ હાંસલ કર્યા હતા
નવી દિલ્હી ખાતે યોજાયેલી 67મી નેશનલ સ્કૂલ ગેમ્સની સ્વિમિંગ ઇવેન્ટમાં બે હજાર કરતાં વધારે સ્વિમર્સે ભાગ લીધો હતો. રાજપથ ક્લબ ખાતે હાર્દિક પટેલ પાસે કોચિંગ લઈ રહેલા અમદાવાદના યુવા સ્વિમર્સે વિવિધ ઇવેન્ટમાં મેડલ્સ હાંસલ કર્યા હતા. દિયા પટેલે અંડર-19 ગર્લ્સ 50 મીટર બેક સ્ટ્રોકમાં ગોલ્ડ મેળવ્યો હતો. અર્હાન હર્ષે અંડર-14 બોયઝમાં 100 તથા 200 મીટર બ્રેસ્ટ સ્ટ્રોકમાં બે સિલ્વર તથા 50 મીટર બ્રેસ્ટ સ્ટ્રોકમાં બ્રોન્ઝ મેડલ મેળવવા ઉપરાંત નેશનલ રેકોર્ડ બ્રેક કર્યો હતો. જહાન પટેલે અંડર-17 બોય્ઝની ચાર બાય 100 મીટર મિડલે રિલેમાં બ્રોન્ઝ મેડલ
મેળવ્યો હતો.


