- મેલબોર્ન પાર્કમાં જોકોવિચનો સતત 30મો વિજય
- વિમેન્સ સિંગલ્સમાં એવાનેયાએ મારિયા સક્કારીને હરાવીને બીજા રાઉન્ડનો અપસેટ સર્જ્યો
- ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટમાં સતત 30મો વિજય હાંસલ કર્યો હતો
વિશ્વના પ્રથમ ક્રમાંકિત સર્બિયાના નોવાક જોકોવિચે ઓસ્ટ્રેલિયાના એલેક્સી પોપરિનને હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટમાં સતત 30મો વિજય હાંસલ કર્યો હતો. જોકોવિચે મેન્સ સિંગલ્સના બીજા રાઉન્ડમાં પોપરિનને 6-2, 4-6, 7-6 (7-4), 6-3થી હરાવીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું. તેણે આ મુકાબલો જીતવા માટે ત્રણ કલાક 11 મિનિટનો સમય લીધો હતો. અન્ય મુકાબલામાં સાતમા ક્રમાંકિત સ્ટેફાનોસ સિત્સિપાસે થોમ્પસનને 4-6, 7-6, 6-2, 7-6થી, સબાસ્ટિયન કોર્ડાએ હાલેસને 6-4, 6-4, 6-4થી તથા પાંચમા ક્રમાંકિત આન્દ્રે રુબલેવે યુબેન્ક્સને 6-4, 6-4, 6-4થી હરાવીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું. બીજા રાઉન્ડની અન્ય મેચમાં ટેલર ફિત્ઝ, મારોઝસાન, કારેન ખાચાનોવે પણ વિજય હાંસલ કર્યા હતા. વિમેન્સ સિંગલલ્સમાં એવાનેયાને આઠમી ક્રમાંકિત મારિયા સક્કારીને 6-4, 6-4થી હરાવીને અપસેટ સર્જ્યો હતો. કોત્સયુકે ઇલિસ મર્ટેન્સ સામે 5-7, 6-1, 7-6 (10-6)થી તથા બ્રાઝિલની બીએટ્રિસ હદાદ માઇયાએ કોર્નીવાને કોઇ પણ મુશ્કેલી વિના સીધા સેટમાં 6-1,6-2થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.
મીરા આન્દ્રિવાએ જાબેરને હરાવી
ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડસ્લેમમાં પ્રથમ વખત રમી રહેલી રશિયાની 16 વર્ષીય ટેનિસ ખેલાડી મીરા આન્દ્રિવાએ બીજા રાઉન્ડમાં મેજર અપસેટ સર્જીને છઠ્ઠી ક્રમાંકિત તથા ત્રણ ગ્રાન્ડસ્લેમની રનર્સ-અપ ઓન્સ જાબેરને સીધા સેડટમાં હરાવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. આન્દ્રિવાએ 54 મિનિટમાં 6-0, 6-2થી વિજય હાંસલ કર્યો હતો. યુએસ ઓપન ચેમ્પિયન અમેરિકાની કોકો ગોફે પોતાના જ દેશની અન્ય ખેલાડી કેરોલિન ડોલેહાઇડને 7-6, 6-2થી હરાવીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું. અન્ય મુકાબલામાં આર્યના સબાલેન્કોએ ફૂર્ટોવાએ 6-3, 6-2થી, પાઉલા બડોસાએ એનેસ્તેશિયા પાવલ્યૂચેન્કોને 6-2, 6-3થી, એલિસન પાર્કે 32મી ક્રમાંકિત કેનેડાની લૈલા ફર્નાન્ડિઝને 7-5, 6-4થી, બિનક્રમાંકિત ટિમોફિવાએ ડેનમાર્કની કેરોલિન વોઝનિયાકીને 1-6,6-4, 6-1થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.


