- તેલંગણા બાદ પીએમ મોદી તમિલનાડુના પ્રવાસે
- કલપક્કમમાં સ્વદેશી પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રિડર રિએક્ટરની લીધી મુલાકાત
- કલપક્કમાં સંબોધી રહ્યા છે જનસભા
પીએમ મોદી તેલંગણા બાદ તમિલનાડુની મુલાકાતે પહોંચ્યા છે. તેમણે કલપક્કમમાં ભારતના ભારતના સ્વદેશી પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટરના કોર લોડિંગની શરૂઆત જોઈ હતી. ત્યાર બાદ સભા સ્થળ પર પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ કલપક્કમમાં સભા સંબોધન દરમિયાન ચેન્નાઇમાં આવેલા પૂરને લઇને ડીએમકે પર આકરા પ્રહાર કર્યા હતા.
હું તમિલનાડુ આવુ એટલે કેટલાકને પેટમાં દુઃખે- પીએમ મોદી
પીએમ મોદીએ સભા સંબોધન કરતા જણાવ્યું કે તમિલનાડુ પ્રત્યે મારો લગાવ બહુ પેહેલાથી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી હું જ્યારે પણ તમિલનાડુ આવું છું ત્યારે કેટલાક લોકોને પેટમાં દુખાવો થવા લાગે છે, તેઓ એ વાતથી પરેશાન છે કે અહીં ભાજપનું સમર્થન સતત વધી રહ્યું છે.


