ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ દોહા ડાયમંડ લીગ 2025માં નિરજ ચોપરાએ વધુ એક રેકોર્ડ સર્જ્યો છે. આ સ્પર્ધામાં નીરજ ઉપરાંત તેના વતનનો જ કિશોર જૈના પણ પુરૂષોની જેવલિન થ્રો સ્પર્ધામાં ભાગ લઈ રહ્યો છે. વર્તમાન વિશ્વ ચેમ્પિયન નીરજ ચોપરાની નજર આ વર્ષના અંતમાં યોજાનારી વિશ્વ ચેમ્પિયનશિપ પર છે. જેના માટે તૈયારીની દ્રષ્ટિએ આ ઇવેન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
હાલમાં નીરજ નંબર વન પર છે
નીરજ ચોપરાનો પહેલો પ્રયાસ ઉત્તમ હતો અને તેણે 88.44 મીટરનો થ્રો કર્યો હતો. જ્યારે નીરજનો બીજો પ્રયાસ ફાઉલ હતો. નીરજનો ત્રીજો પ્રયાસ 90.23 મીટરનો હતો.નીરજે પોતાની કારકિર્દીમાં પહેલી વાર 90 મીટરનો અવરોધ પાર કર્યો છે.પહેલી વાર કોઈ ભારતીય ખેલાડીએ 90 મીટરની ઈનિંગ ક્રોસ કરી છે. એટલે કે નીરજે રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે. હાલમાં નીરજ નંબર વન પર છે.જ્યારે જુલિયન વેબર 89.6 મીટરના થ્રો સાથે બીજા સ્થાને છે.નીરજ ચોપરાને એન્ડરસન પીટર્સ (ગ્રેનાડા), જેકબ વાડલેચ (ચેક રિપબ્લિક), જુલિયન વેબર અને મેક્સ ડેહનિંગ (બંને જર્મની), જુલિયસ યેગો (કેન્યા), રોડરિક ડીન (જાપાન) જેવા ખેલાડીઓ તરફથી પડકારોનો સામનો કરવો પડશે.
2023માં અહીં પ્રથમ સ્થાન મેળવ્યું હતું
પેરિસ ઓલિમ્પિક 2024 સુવર્ણ ચંદ્રક વિજેતા પાકિસ્તાનનો અરશદ નદીમ દોહા ડાયમંડ લીગમાં ભાગ લઈ રહ્યો નથી. અગાઉ નીરજ ચોપરાનું શ્રેષ્ઠ વ્યક્તિગત પ્રદર્શન 89.94 મીટર હતું. તેણે આ થ્રો વર્ષ 2022 માં સ્ટોકહોમ ડાયમંડ લીગમાં કર્યો હતો.નીરજ ચોપરાએ પહેલી વાર 2018માં દોહા ડાયમંડ લીગમાં ભાગ લીધો હતો અને ચોથા સ્થાને રહ્યો હતો. તેણે 2023માં અહીં પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે 2024 માં તે બીજા સ્થાને રહ્યો હતો.